SHOCKING !! Sanjay Dutt અને દીકરી Trishala Duttના સંબંધો પર પુર્ણવિરામ?

સંજય દત્ત અને તેની પહેલી પત્ની રિચા દત્તની દીકરી ત્રિશલા દત્તના બોયફ્રેન્ડનું હાલમાં અવસાન થયું છે. ત્રિશલાએ આ વાતની જાણકારી પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આપી હતી. 

SHOCKING !! Sanjay Dutt અને દીકરી Trishala Duttના સંબંધો પર પુર્ણવિરામ?

મુંબઈ : સંજય દત્ત અને તેની પહેલી પત્ની રિચા દત્તની દીકરી ત્રિશલા દત્તના બોયફ્રેન્ડનું હાલમાં અવસાન થયું છે. ત્રિશલાએ આ વાતની જાણકારી પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આપી હતી. ત્રિશલાએ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે તેના બોયફ્રેન્ડનું 2 જુલાઈના દિવસે મૃત્યુ થઈ ગયું છે. જોકે તેના મૃત્યુના કારણની વિગતવાર ચર્ચા નથી કરવામાં આવી. પ્રેમીની યાદમાં ત્રિશલાએ કહ્યું છે કે હું તને આજે ગઈકાલથી પણ વધારે પ્રેમ કરું છું પણ આ પ્રેમ દિવસેને દિવસે વધતો જશે. ત્રિશલાની આ પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે બહુ દુખી છે.  તે હાલમાં પોતાના નાના-નાની સાથે અમેરિકામાં રહે છે. તેણે થોડા સમય પહેલાં પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મારફત ખુલાસો કર્યો હતો કે તે ઇટાલિયન વ્યક્તિના પ્રેમમાં છે. ત્રિશલા પોતે પણ ગ્લેમર વર્લ્ડમાં સક્રિય છે અને મોડલિંગ તેમજ એક્ટિંગના ફિલ્ડમાં કામ કરે છે. ત્રિશલા આ ઘટના પછી ફરી ચર્ચામાં છે અને આ વખતે મુદ્દો છે પિતા સંજય દત્ત સાથેના તેના સંબંધો.

રિપોર્ટ મુજબ સંજય દત્તના એક નિકટના મિત્રએ જણાવ્યું, એવું લાગે છે કે સંજય દત્તે ત્રિશલા માટે દરવાજા બંધ કરી નાખ્યા છે, કારણ કે તેને પોતાની દીકરીની લાઈફમાં શું ચાલી રહ્યું છે તે ખબર નથી અને તેની સાથે કોઈ ઈમોશનલ કનેક્શન નથી જણાવી શકતો. બંને વચ્ચે કોઈપણ પ્રકારનું કનેક્શન નથી.

સંજય દત્તના જન્મદિવસથી થોડા દિવસો પહેલા ત્રિશલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જણાવ્યું હતું કે તેના બોયફ્રેન્ડનું અચાનક મોત થઈ ગયું છે. જોકે આ દુઃખના આ સમયમાં ત્રિશલાના પિતા સંજય દત્તનું કોઈ રિએક્શન નહોતું આવ્યું. આ કારણે જ હવે પિતા અને દીકરી વચ્ચે અંતર વધવા લાગ્યું છે. આ પહેલા સંજય દત્તની બાયોપિક સંજૂમાં પણ ત્રિશલાનો કોઈ ઉલ્લેખ નહોતો. તેના પર સંજય દત્તના મિત્ર સંજય માંજરકરે કહ્યું હતું કે આટલા મહત્વપૂર્ણ ભાગમાં દીકરીનો ઉલ્લેખ ન થવો અયોગ્ય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news