પોતાની સગાઈમાં ક્લિક થઈ ગઈ પાણીપુરી ઝાપટતી ઇશા અંબાણી

ઇશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.

પોતાની સગાઈમાં ક્લિક થઈ ગઈ પાણીપુરી ઝાપટતી ઇશા અંબાણી

મુંબઈ : ઇશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. આ તસવીરોમાં ત્રણ દિવસ સુધી ચાલેલો આ સમારોહ કેટલો ભવ્ય હતો એનો અંદાજ આવે છે. આ તસવીરોમાં સગાઈના ભોજન સમારંભની પણ તસવીરો છે જેમાં દુલ્હન ઇશા અંબાણી પાણીપુરી ઝાપટતા નજરે ચડે છે. 

આ તસવીરમાં પાણીપુરી ખાતી ઇશા બહુ ક્યુટ એક્સપ્રેશન આપી રહી છે. આ સગાઈના ભોજનમાં ભારતીય વાનગીઓને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. પાણીપુરી એવી વાનગી છે જે મોટાભાગના ભારતીયોને બહુ પસંદ છે. આ પાણીપુરીનું નામ સાંભળીને કોઈના પણ મોંમાં પાણી આવી શકે છે. 

A post shared by Nita Ambani (@nitaambani5) on

સોશિયલ મીડિયામાં આ સેરેમનીની અનેક તસવીરો તેમજ વીડિયો વાઇરલ થઈ ગયા છે. ઇશા અને આનંદના લગ્ન ડિસેમ્બર મહિનામાં થઈ શકે છે. આનંદ પીરામલે આ વર્ષની શરૂઆતમાં જ મહાબળેશ્વરના મંદિરમાં ઇશાને પ્રપોઝ કર્યું હતું અને પછી મે મહિનામાં પ્રાઇવેટ પાર્ટીમાં એનું સેલિબ્રિશન કરવામાં આવ્યું હતું. મે મહિનામાં આ બંને પરિવારે પ્રી એન્ગેજમેન્ટ પાર્ટી આપી હતી જેમાં અનેક બોલિવૂડ સેલેબ્સ શામેલ થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news