Vodafone Vs BSNL : બંને કંપનીઓએ લોંચ કર્યા આકર્ષક પ્લાન, જાણો તમારા માટે કયો સારો

વોડાફોન (Vodafone) ઇન્ડિયાએ 159 રૂપિયાનો સસ્તો રિચાર્જ પ્લાન લોંચ કર્યો છે. આ પ્લાન પ્રીપેડ ગ્રાહકો માટે છે. જોકે તે પહેલાં એરટેલ અને જિયોએ 149 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોંચ કરી ચૂક્યા છે. આ પ્લાન હેઠળ વોડાફોન 1 જીબી ડેટા પ્રતિ દિન આવશે. તે

Vodafone Vs BSNL : બંને કંપનીઓએ લોંચ કર્યા આકર્ષક પ્લાન, જાણો તમારા માટે કયો સારો

વોડાફોન (Vodafone) ઇન્ડિયાએ 159 રૂપિયાનો સસ્તો રિચાર્જ પ્લાન લોંચ કર્યો છે. આ પ્લાન પ્રીપેડ ગ્રાહકો માટે છે. જોકે તે પહેલાં એરટેલ અને જિયોએ 149 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોંચ કરી ચૂક્યા છે. આ પ્લાન હેઠળ વોડાફોન 1 જીબી ડેટા પ્રતિ દિન આવશે. તેની માન્યતા 28 દિવસ માટે રહેશે. એટલે કે ગ્રાહકોને કુલ 28 જીબી ડેટા મળશે. સાથે 100 એસએમએસ દરરોજ મફતમાં મળશે. કંપનીએ આ પ્લાન સિલેક્ટેડ ગ્રાહકો માટે લોંચ કર્યો છે.

શું-શું છે ખાસ
159 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકને દરરોજ 250 મિનિટ કોલિંગ મળશે એટલે કે અઠવાડિયામાં 1000 મિનિટ. 100 મફત એસએમએસ બેનિફિટ દરેક સર્કલમાં લાગૂ નથી. આ બધુ સર્કલમાં આપી રહી છે.

બીએસએનએલ લાવ્યું શાનદાર પ્લાન
આ પહેલાં ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પોતાના ગ્રાહકો માટે શાનદાર ઓફર લઇને આવ્યું છે. કંપની 299 રૂપિયામાં ડેટા ઉપરાંત અનલિમિટેડ કોલિંગ ઓફર કરી રહ્યું છે. આ ઓફર હેઠળ કેશબેક પણ મળી રહ્યું છે.

શું-શું છે આ ઓફરમાં
બીએસએનએલ (BSNL)ની આ ઓફરમાં તમે 45 જીબી ડેટા (1.5 જીબી દરરોજ) મુજબ પ્રાપ્ત કરી શકો છો. આ ઉપરાંત બીએસએનએલ નેટવર્ક પર 24 કલાક અનલિમિટેડ કોલિંગ (લોકર અને એસટીડી) કરી શકો છો. આ ઉપરાંત 300 રૂપિયા સુધી મફત કોલ અન્ય નેટવર્ક પર કરી શકો છો. સાથે જ દર રવિવારે રાત્રે 10:30 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ મફત કોલ કરી શકો છો. આ ઉપરાંત જો તમે બીએસએનએલ પર સબ્સક્રાઇબ કરો છો તો તમે દર મહિને 50 રૂપિયાનું કેશબેક પ્રાપ્ત કરી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news