જો સમય પર નહીં ભરો ટ્રાફિકનું ઈ-ચલણ તો લગાવવા પડી શકે છે કોર્ટના ચક્કર
E Challan Payment: હવે તમે ઘરે બેઠા પણ ઓનલાઈન ઈ-ચલણ જમા કરી શકો છો. પરંતુ જો તમે ચલણ ન ભરો તો શું થશે? દરેકના મનમાં આ સવાલ આવે છે, તો આવો જાણીએ ચલણ ન ભરવા પર તમારા પર શું કાર્યવાહી થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં આજે પણ ઘણા લોકો એવા છે જેનું ઓનલાઈન ચલણ આવ્યું હોય પરંતુ તે આળસ કે પૈસાની કમીને કારણે લાંબા સમય સુધી ભર્યું નથી. આ સ્થિતિમાં ટ્રાફિક પોલીસ દ્વારા કેટલાક પગલા ભરવામાં આવે છે, જેના વિશે આજે અમે ચર્ચાં કરી રહ્યાં છીએ અને તમને જણાવીશું.
આરસી કરી દેવામાં આવે છે બ્લોક
જો તમે સમય પર ચલણ ભરતા નથી તો તમારી ગાડીનું રજીસ્ટ્રેશન લોક કરી દેવામાં આવે છે. તેનાથી તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પેન્ડિંગ ચલણને કારણે આરસી લોક કરી દેવામાં આવે છે. જો તમે આરસીને કોઈ અન્યના નામે ટ્રાન્સફર કરાવવા ઈચ્છો છો તો તે થઈ શકતું નથી. આવું ત્યારે થાય છે જ્યારે તમે તમારૂ વાહન વેચી રહ્યાં છો તો તમે પેન્ડિંગ ચલણ ભરીને આરસી અનલોક કરાવી શકો છો.
કોર્ટના ચક્કર લગાવવા પડશે
જો તમે લાંબા સમય સુધી પેન્ડિંગ ચલણ ભરતા નથી તો પોલીસ દ્વારા કોર્ટમાં મોકલવામાં આવી શકે છે. અથવા કોર્ટના ચક્કર તે વ્યક્તિએ લગાવવા પડી શકે છે તેના નામનું ચલણ આવ્યું છે અને જે વાહન માલિક છે.
ઘરે બેઠા ભરો દંડ
ટ્રાફિક પોલીસનું ચલણ જમા કરવુ સરળ છે. તમે તેની વેબસાઇટ જઈ ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો.
શું જેલ પણ થાય?
ઓન ધ સ્પોટ ચલણ સમયે ટ્રાફિક પોલીસ દસ્તાવેજો અથવા વાહન જપ્ત કરે છે. તેમને મુક્ત કરાવવા માટે તમારે કોર્ટમાં જવું પડશે. જો તમને લાગતું હોય કે અન્ય લોકો કાગળો મેળવશે અને તેથી તમે કોર્ટમાં જતા નથી, તો CART સમન્સ જારી કરી શકે છે. આ સિવાય તમારી સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી થઈ શકે છે.
આવા કિસ્સાઓમાં, તમારે ફક્ત ચલણ જ નહીં ભરવું પડશે, પરંતુ જેલ પણ જવું પડશે. તેથી, જ્યારે ચલણ બાકી હોય ત્યારે સમયસર ચુકવણી કરવી વધુ સારું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે