ભારતીય મૂળની આ 5 મહિલાઓ છે 5 ટેક કંપનીની CEO, જાણો કોણે કોણે દુનિયામાં વગાડ્યો છે ડંકો!

પરાગ અગ્રવાલ ટ્વીટરના CEO બન્યા બાદ જ દુનિયાની ટેક કંપનીઓમાં ભારતીયોનો ડંકો વાગ્યો છે. અને ચારેકોર મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરી રહેલા ભારતીય CEOની ચર્ચા થઈ રહી છે. જો કે બીજી તરફ બહું ઓછા લોકોને ખબર છે કે દુનિયાની કેટલીક પ્રમુખ ટેક કંપનીઓની CEO ભારતીય મૂળની મહિલાઓ છે. અહીં અમે તમને 5 સફળ ભારતીય મહિલાઓ વિશે જણાવીશું.

ભારતીય મૂળની આ 5 મહિલાઓ છે 5 ટેક કંપનીની CEO, જાણો કોણે કોણે દુનિયામાં વગાડ્યો છે ડંકો!

 

નવી દિલ્હીઃ પરાગ અગ્રવાલ ટ્વીટરના CEO બન્યા બાદ જ દુનિયાની ટેક કંપનીઓમાં ભારતીયોનો ડંકો વાગ્યો છે. અને ચારેકોર મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરી રહેલા ભારતીય CEOની ચર્ચા થઈ રહી છે. જો કે બીજી તરફ બહું ઓછા લોકોને ખબર છે કે દુનિયાની કેટલીક પ્રમુખ ટેક કંપનીઓની CEO ભારતીય મૂળની મહિલાઓ છે. અહીં અમે તમને 5 સફળ ભારતીય મહિલાઓ વિશે જણાવીશું.

1) અંજલી સૂદ-
Vimeoની CEO અંજલી સૂદ 2014થી આ કંપની સાથે જોડાયેલી છે. તેમણે આ કંપની ગ્લોબલ માર્કેટિંગ હેડના રૂપમાં જોઈન કરી હતી. 38 વર્ષની અંજલી સૂદ અમેરિકાના ફ્લિંટમાં મોટી થઈ. તેમના માતા-પિતા પ્રવાસી ભારતીય છે. Vimeo Inc. અમેરિકાની વીડિયો હોસ્ટિંગ અને શેરિંગ કંપની છે.

2) રેવતી અદ્વૈતી-
Flexની CEO રેવતી અદ્વૈતીનો ઉછેર ભારતમાં થયો છે. તે UBER અને Catalyst.org જેવી કંપનીઓમાં બોર્ડમાં ઈન્ડીપેન્ડેન્ટ ડિરેક્ટર પણ છે. તેમણે બિરલા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાઈન્સમાંથી મિકેનિકલ ઈન્જીનિયરિંગમાં B.Tech અને થંડરબર્ડ સ્કૂલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટમાં MBA કર્યું. 55 વર્ષીય રેવતીના પિતા એ.એન.એન.સ્વામી એક કેમિકલ એન્જીનિયર હતા. ભારતમાં તેમને પરિવાર બિહાર, ગુજરાત, આસામ અને તમિલનાડુંમાં રહ્યો છે. Flex Ltd. અમેરિકા, સિંગાપોરમાં કેન્દ્રિત ઈલેક્ટ્રોનિક્સની કોન્ટ્રેક્ટ મેનુફેક્ચરિંગ કંપની છે.

3) જયશ્રી ઉલ્લાલ-
Arista Networksની CEO જયશ્રી ઉલ્લાલને 2008માં આ પદ માટે નિયુક્ત કરવામાં આવી. આ પહેલા તે AMD, Fairchild Semiconductor અને Cisco જેવી કંપનીમાં કામ કરી ચુકી છે. તેમણે અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગમાં B.Tech કરેલું છે. તેમણે Santa Clara યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. જયશ્રીનો જન્મ લંડનમાં થયેલો છે, જો કે તેમને સ્કૂલનો અભ્યાસ દિલ્લીમાં કર્યો છે. Arista Networks અમેરિકાની કોમ્પ્યુટર નેટવર્કિંગ કંપની છે.

4) પ્રિયા લખાણી-
ભારતીય મૂળની પ્રિયા લખાણી CENTURY Techની સંસ્થાપક અને CEO છે. બ્રિટેનની CENTURY Tech આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત લર્નિંગ ટેક્નોલોજીનો વિકાસ કરે છે. તેમના પાસે શિક્ષકો, ન્યૂરોસાઈન્ટિસ્ટ અને ટેક્નોલોજિસ્ટની ટીમ છે. જે સ્કૂલો અને કોલેજો માટે AI ટુલ્સનો વિકાસ કરે છે. પ્રિયા લખાણીએ મીડિયા અને બ્રોડકાસ્ટિંગ લોમાં MLM કરેલું છે. આ સિવાય તેમણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી મીડિયામાં લો એન્ડ માસ કોમ્યુનિકેશનનો કોર્સ કરેલો છે. તેમમે લંડનની Queen Mary યુનિવર્સિટીમાં લો એન્ડ ઈકોનોમિક્સમાં BA કરેલું છે.

5) નીતા માધવ-
Metabiotaની CEO નીતા માધવ પણ ભારતીય મૂળની એક વિશિષ્ટ પ્રતિભા છે. Metabiota દુનિયાભરમાં સંક્રમિત રોગોથી થતા સ્વાસ્થ્ય અને આર્થિક જોખમને ઓછું કરવામાં સરકારો અને કારોબારીઓને મદદ કરે છે. કંપની ડેટા સાઈન્સ, એનાલિટિકલ ટુલ દ્વારા આ કામ કરે છે. નીતા માધવે Yale યુનિવર્સિટીમાંથી ઈકોલોજી અને ઈવોલ્યુશનરી બાયોલોજીમાં ડિગ્રી મેળવી છે. ઈમોરી યુનિવર્સિટીમાંથી પબ્લિક હેલ્થમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news