અકસ્માતના Live દ્રશ્યો: સુરતમાં મોડીરાત્રે પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઇ, કાર ચાલકનું કમકમાટીભર્યું મોત

સુરતના ડીંડોલી વિસ્તારમાં મોડીરાત્રે એક પૂરપાટ ઝડપે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કાર ટકરાતા કાર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે હાલ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે.

Updated By: Dec 2, 2021, 05:14 PM IST
 અકસ્માતના Live દ્રશ્યો: સુરતમાં મોડીરાત્રે પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઇ, કાર ચાલકનું કમકમાટીભર્યું મોત

તેજશ મોદી/ સુરત: સોશિયલ મીડિયામાં આજકાલ અકસ્માતના એવા અનેક વીડિયો સામે આવે છે જેને જોઈને આપણને વિશ્વાસ થતો નથી. સુરતમાં પણ મોડીરાતનો એક વીડિયો સામે આવ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં મોડીરાત્રે એક પૂરપાટ ઝડપે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કાર ટકરાતા કાર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે હાલ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. બુધવારે મોડીસાંજે અકસ્માતના ધડાકાનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારચાલકને મહામુસીબતે બહાર કાઢ્યો હતો. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ઘટનામાં ભોગ બનનાર મૃતક એક ગારમેન્ટનો વેપારી હતો અને બે મહિના પહેલા ભરૂચથી સુરત શિફ્ટ થયો હતો.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે સુરતના ડિંડોલીના સંતોષ પાર્ક સોસાયટી બહાર બુધવારે રાત્રે એક કાર ધડાકા સાથે શોપિંગ કોમ્પલેક્સની આગળની બાજુ અથડાતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેનું નામ યુવરાજ દેવેન્દ્રસિંહ રાણા જાણવા મળી રહ્યું છે. જેઓ થોડા દિવસ પહેલા પત્ની અને બે દીકરીઓ સાથે ભરૂચથી સુરત ડીંડોલીમાં સ્થાયી થયો હતો. તેણે પોતોના ઘર નજીક જ રેડીમેન્ટ ગારમેન્ટની દુકાન શરૂ કરી હતી. પરંતુ બુધવારે મોડીસાંજે આ દુર્ઘટના બની હતી. અકસ્માતગ્રસ્ત કાર એની પોતાની હતી. આ દુર્ઘટના વિશે હજું સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરિવારમાં હાલ આ ઘટનાને લઈને શોકનો માહોલ છે.

બીજી બાજુ આ દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેણે જોઈને કોઈનું પણ હૃદય હચમચી જાય તેમ છે. આ અકસ્માકને નજરે જોનાર એક યુવકે જણાવ્યું હતું હતું કે, જોતજોતામાં એક કાર પૂરપાર ઝડપે આવી રહી હતી, ખબર નહિ શુ થયું, અને કાર ધડાકા સાથે શોપિંગ કોમ્પલેક્સ આગળ ઘુસી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. કારની બોનેટ આખું ડ્રાઇવર સાઈડમાં ઘુસી ગયુ હતું. જેમ તેમ કાર ચાલકને બહાર કાઢ્યો હતો. જોકે કોઈ સારવાર મળે તે પહેલાં જ એનું મોત નીપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube