સરકારની મદદથી શરૂ કરો બિઝનેસ : સરળતાથી મળશે 50 લાખ સુધીની લોન

Pradhan Mantri Mudra Yojana: સરકાર (Central Government) વર્ષ 2024 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાના કદને $5 ટ્રિલિયન સુધી વધારવાના પ્રયાસો કરી રહી છે. આ સપનું સાકાર કરવા માટે સૌથી જરૂરી છે કે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો વધારવા જોઈએ.

સરકારની મદદથી શરૂ કરો બિઝનેસ : સરળતાથી મળશે 50 લાખ સુધીની લોન

Business Idea: જો તમે પૈસાના અભાવે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરી શકતા નથી તો ટેન્શન લેવાની જરૂર નથી. તમારો બિઝનેસ સેટ કરવા માટે સરકાર તમને 50 લાખ સુધીની લોન આપશે.

જો તમે પણ તમારો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો સરકારની મદદથી તમે એક મોટું સેટઅપ લગાવી શકો છો. આ માટે કેન્દ્ર સરકાર તમને 50 લાખ સુધીની લોન પણ આપી રહી છે. આવી સ્થિતિમાં જો તમે પણ ખૂબ જ ઓછા ખર્ચે તમારું પોતાનું એન્ટરપ્રાઇઝ શરૂ કરવા માંગો છો, તો કેન્દ્ર સરકાર તમને લોન લેવાથી લઈને સબસિડી સુધીના લાભો આપી શકે છે. આજે અમે તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.

સ્વર્ગમાંથી બનીને આવે છે આ રાશિઓની જોડીઓ, જુઓ ક્યાંક તમારી રાશિ તો નથી!
Viral Video: ચાલતી સ્કૂટીમાં બોયફ્રેન્ડને ગળે વળગી Kiss કરતી જોવા મળી ગર્લફ્રેન્ડ
Photo: કમરથી જોડાયેલી છે 2 બહેનો, 1 સિંગલ છે તો એકને છે પ્રેમી,આ રીતે કરે છે રોમાન્સ
ગુજરાતના પનોતાપુત્રને કોંગ્રેસે અત્યાર સુધીમાં આપી 91 ગાળો, ભાજપે જાહેર કર્યું લિસ્ટ

સરકાર (Central Government) વર્ષ 2024 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાના કદને $5 ટ્રિલિયન સુધી વધારવાના પ્રયાસો કરી રહી છે. આ સપનું સાકાર કરવા માટે સૌથી જરૂરી છે કે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો વધારવા જોઈએ. વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) હેઠળ નાના ઉદ્યોગ સાહસિકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાનનો રોજગાર સર્જન કાર્યક્રમ કયો છે?
પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ એ ક્રેડિટ લિંક્ડ સબસિડી પ્રોગ્રામનો એક પ્રકાર છે, જેનું સંચાલન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME મંત્રાલય) દ્વારા કરવામાં આવે છે. ખાદી ગ્રામોદ્યોગ કમિશન નોડલ એજન્સી (KVIC) ને આ કાર્યક્રમના અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ યોજના રાજ્ય સ્તરે KVIC, KVIB અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવશે.

બે વર્ષ માટે વિસ્તૃત યોજના
સરકારે PMEGPને વર્ષ 2025-26 સુધી લંબાવી છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) એ કહ્યું કે આ યોજના પાંચ નાણાકીય વર્ષમાં 40 લાખ લોકો માટે ટકાઉ રોજગારીની તકો ઊભી કરશે. આ યોજના 15મા નાણાપંચના સમયગાળા માટે એટલે કે 2021-22 થી 2025-26 સુધી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે. PMEGP નો ઉદ્દેશ્ય બિન-કૃષિ ક્ષેત્રોમાં સૂક્ષ્મ સાહસો સ્થાપીને દેશભરના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાનો છે.

50 લાખ સુધીની લોન મળશે
આ યોજનાની સમયમર્યાદા વધારવાની સાથે તેમાં કેટલાક અન્ય સુધારા પણ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત મેન્યુફેક્ચરિંગ યુનિટ (Manufacturing Unit) માટે મહત્તમ પ્રોજેક્ટ કોસ્ટ હાલના રૂ. 25 લાખથી વધારીને રૂ. 50 લાખ કરવામાં આવી છે. સર્વિસ યુનિટ (Service Unit) માટે તેને 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.

સરકારી સબસિડી મળશે
ગ્રામીણ વિસ્તારોમાં સામાન્ય વર્ગ માટે 25 ટકા સબસિડી આપવામાં આવશે. આ મર્યાદા વિશેષ શ્રેણી માટે 35 ટકા સુધી છે, જેમાં SC/ST/OBC, લઘુમતી અને દિવ્યાંગ લોકોનો સમાવેશ થશે. શહેરી વિસ્તારોમાં આ બંને શ્રેણીઓ માટે અનુક્રમે 15 ટકા અને 25 ટકા સબસિડી આપવામાં આવશે.

લોન માટે કેવી રીતે અરજી કરવી?
આ યોજના હેઠળ 27 બેંકોમાં કોઈપણ બેંકમાંથી લોન લઈ શકાય છે. આમાં સરકારી બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંક, સહકારી બેંક, ખાનગી અનુસૂચિત વાણિજ્યિક બેંકનો સમાવેશ થાય છે, જેને રાજ્ય ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. KVICની વેબસાઈટ મુજબ, આ યોજના હેઠળ લોન મેળવવા માટે, તમારી અરજી કેન્દ્રીય ગ્રામોદ્યોગ આયોગની સત્તાવાર સાઇટ પરથી ભરી શકાય છે. તમે www.kvic.org.in/kviconline.gov.in/pmegpeportal લિંક પર ક્લિક કરીને અરજી કરી શકો છો. KVIC, KVIB અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીઓ વિશેની માહિતી આ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news