VIDEO: 'મરજાવા'માં 3 ફૂટના 'ઠિંગુજી' રિતેશના આ 2 ડાઈલોગે સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયાની મોસ્ટ અવેટેડ ફિલ્મ મરજાવાના 4 ડાઈલોગ પ્રોમો વીડિયો રિલીઝ કરાયા છે. જે ખુબ મજેદાર છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ 3 ફૂટના એક વ્યક્તિની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં ભલે તેનું કદ નાનું હોય પરંતુ ડાઈલોગ મામલે તે ખુબ જ ખતરનાક ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. ટી સીરિઝ દ્વારા આ ફિલ્મના રિલીઝ કરાયેલા 4 ડાઈલોગ પ્રોમો હવે ઝડપથી સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યા છે. જેમાંથી 2 ડાઈલોગવાળા વીડિયો સિદ્ધાર્થના છે અને બે રિતેશનાં. 
VIDEO: 'મરજાવા'માં 3 ફૂટના 'ઠિંગુજી' રિતેશના આ 2 ડાઈલોગે સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ

નવી દિલ્હી: સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયાની મોસ્ટ અવેટેડ ફિલ્મ મરજાવાના 4 ડાઈલોગ પ્રોમો વીડિયો રિલીઝ કરાયા છે. જે ખુબ મજેદાર છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ 3 ફૂટના એક વ્યક્તિની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં ભલે તેનું કદ નાનું હોય પરંતુ ડાઈલોગ મામલે તે ખુબ જ ખતરનાક ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. ટી સીરિઝ દ્વારા આ ફિલ્મના રિલીઝ કરાયેલા 4 ડાઈલોગ પ્રોમો હવે ઝડપથી સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યા છે. જેમાંથી 2 ડાઈલોગવાળા વીડિયો સિદ્ધાર્થના છે અને બે રિતેશનાં. 

બધા વીડિયો થયા વાઈરલ
આ પ્રોમો વીડિયોમાં રિતેશ બોલે છે કે ખબર છે, કમીનેપન કી હાઈટ ક્યાં હૈ? 3 ફૂટ, રધુ છોડ દે યે દિવાનગી... યે લડકી ભી મરેગી ઓર તૂ ભી મરેગા. જેના પર જવાબ આપતા સિદ્ધાર્થ કહે છે કે મેં મારુંગા મર જાયેગા દોબારા જન્મ લેને સે ડર જાયેગા.. ત્યાં બીજા પ્રોમોમાં રિતેશ બોલે છે કે ઉસકી હિમ્મત કેસે હુઈ, મેરે ખિલાફ બગાવત કરને કી,. જેના પર સિદ્ધાર્થ જવાબ આપતા કહે છે કે બગાવત કે લિયે ઈજાઝત કી જરૂરત નહીં. રોક સકે ઈસ શેર કો...ઉતની તુમ કુત્તોમે તાકાત નહીં. 

અત્રે જણાવવાનું કે પહેલીવાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયા એક સાથે જોવા મળ્યાં છે. આ બાજુ રિતેશ દિશમુખે પણ વિલનની ભૂમિકા જબરદસ્ત ભજવી છે. મરજાવામાં રિતેશ દેશમુખ ઠીંગુજીની ભૂમિકામાં છે. પાવર પેક્ડ એક્શનથી ભરેલી આ ફિલ્મ મિલાપ ઝવેરીએ બનાવી છે. રોમાન્સ અને એક્શનવાળી મરજાવા ફિલ્મ 8 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં રકુલ પ્રિત સિંહ પણ મહત્વની ભૂમિકામાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news