‘Hum Haar Nahi Maanenge’ ગીત થયું રિલીઝ, કોરોના વોરિયર્સ માટે AR Rahman એ ભેગી કરી ગીતકારોની ટોળકી

ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર એ. આર. રહેમાન અને લિરિક્સ રાઇટર પ્રસૂન જોશીએ હાથ મિલાવ્યો છે. ભારતની કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઇને સેલિબ્રેટ કરવા માટે આ બંનેએ એક ગીત બનાવ્યું છે. ગીતનું ટાઇટલ છે હમ હાર નહી માનેંગે. ગીતને આશા, સકારાત્મકા અને મોટિવેશન ફેલાવવાના ઉદ્દેશ્યથી લખવામાં અને કંપોઝ કરવામાં આવ્યું છે.
‘Hum Haar Nahi Maanenge’ ગીત થયું રિલીઝ, કોરોના વોરિયર્સ માટે AR Rahman એ ભેગી કરી ગીતકારોની ટોળકી

નવી દિલ્હી: ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર એ. આર. રહેમાન અને લિરિક્સ રાઇટર પ્રસૂન જોશીએ હાથ મિલાવ્યો છે. ભારતની કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઇને સેલિબ્રેટ કરવા માટે આ બંનેએ એક ગીત બનાવ્યું છે. ગીતનું ટાઇટલ છે હમ હાર નહી માનેંગે. ગીતને આશા, સકારાત્મકા અને મોટિવેશન ફેલાવવાના ઉદ્દેશ્યથી લખવામાં અને કંપોઝ કરવામાં આવ્યું છે.

આ ટ્રેક માટે સમગ્ર ભારતના સંગીતકારો એકઠાં થયાં હતાં. આવા કલાકારોમાં ક્લિન્ટન સેરેજો, મોહિત ચૌહાણ, હર્ષદીપ કૌર, મિકા સિંહ, જોનિતા ગાંધી, નીતિ મોહન, જાવેદ અલી, સિદ શ્રીરામ, શ્રૃતિ હસન, શાશા તિરુપતિ, ખતિજા રહેમાન અને અભય જોધપુરકરનો સમાવેશ થાય છે. ભારતના જાણિતા તાલવાદક શિવામણી, સિતારવાદક અસદ ખાન અને બાઝની નિષ્ણાત મોહિની ડે પણ આ પ્રોજેક્ટનો ભાગ બન્યા છે.

આ ઇમોશનલ ગીત આપણને યાદ અપાવે છે છે કે કઇ રીતે આ લડાઇમાં તમામ એકસાથે ઉભા છે. ગીત અહેસાસ કરાવે છે કે આપણે આ કપરા સમયમાં એકસાથે છીએ અને આપણે એકસાથે જ આ સંકટમાંથી ઉગરી જઇશું. આ ગીત આ પડકારજનક પરિસ્થિતિમાં જાજ્વલ્યમાન થઈ રહેલી દયા, આશા, સહાય, હિંમત અને કાળજી જેવી અનેક સંવેદનાઓને ઉપસાવે છે. આ ગીતની કલ્પના આશા, હકારાત્મકતા અને પ્રેરણાના ભેરીનાદ તરીકે કરવામાં આવી છે. 

A post shared by ARR_Forever (@fanatic_rahmaniac) on

આ દિગ્ગજો ગાયું ગીત
આ ગીતમાં દેશભરના સંગીતકારોને એકસાથે લાવવામાં આવ્યા છે. ગીતમાં ક્લિન્ટન સેરેજો, મોહિત ચૌહાણ, હર્ષદીપ કૌર, મિકા સિંહ, જોનિતા ગાંધી, નીતિ મોહન, જાવેદ અલી, સિદ શ્રીરામ, શ્રૃતિ હસન, શાશા તિરુપતિ, ખતિજા રહેમાન અને અભય જોધપુરકરનો સમાવેશ થાય છે. શુક્રવારે એચડીએફસી બેંક દ્વારા આ ગીતને રિલીઝ કરવામાં આવ્યું છે. ગીત દ્વારા બેંક ઇચ્છે છે કે દેશભરના લોકો પીએમ કેયર્સ ફંડમાં જેટલા બની શકે એટલા પૈસા જમા કરાવે જેથી દેશને કોરોના વિરૂદ્ધની લડાઇમાં મદદ મળી શકે. જેટલીવાર આ ગીત સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવશે એટલી વાત એચડીએફસી બેંક 500 રૂપિયાનું કોન્ટ્રિબ્યૂશન કરશે. 

એચડીએફસી બેંકના ચીફ માર્કેટિંગ ઑફિસર, રવિ સંથાનામએ જણાવ્યું હતું કે, ‘સામાજિક રીતે ઉત્તરદાયી કૉર્પોરેટ નાગરિક તરીકે આપણે આપણા રાષ્ટ્ર માટે બનતું કરી છૂટવું જોઇએ. સંગીત એ સાર્વત્રિક છે. તે સંવેદનાઓને જાગૃત કરે છે અને આત્માને શાતા આપે છે. આ શ્રદ્ધાંજલિ મારફતે અમે દેશની દરેક વ્યક્તિના હૃદયને સ્પર્શવા માંગીએ છીએ અને તેમને જણાવવા માંગીએ છીએ કે, આ જંગમાં તેઓ એકલા નથી. આપણે ભેગા મળીને વધુ શક્તિશાળી તરીકે ઉભરી આવીશું. હાલમાં, દરેક યોગદાન આ રોગચાળા સામેની લડતમાં રાષ્ટ્રના પ્રયાસોને અનેકગણા વધારશે. અમે આપણા દેશના નાગરિકોની અમર ભાવનાને સલામ કરીએ છીએ અને કોવિડ-19ને માત આપવા સહાયરૂપ થવાની અમારી પ્રતિબદ્ધતાની ભારપૂર્વક પુનરુક્તિ કરીએ છીએ.’

આ હેતુ છે આ ગીત પાછળ
કોરોના વિરૂદ્ધ લડાઇમાં હમ હાર નહી માનેંગે...આ ઉદ્દેશ્ય્ને સામે રાખવો અને તે પણ તે રૂપમાં જ્યાં મ્યૂઝિક છે, જ્યાં દરેક શબ્દ સાથે ઉત્સાહ છે...જ્યાં દરેક ચહેરા પર ખુશી અને ગર્વ છે. આ ગીત તમને ઇમોશનલ તો કરશે જ તથા આ ઉપરાંત તમને ભારતીય હોવાનો ગૌરવ થશે. આ ગીતથી તમને લાગશે કે આ જંગમાં આખો દેશ એકસાથે છે અને આપણે પણ તેમાં સહયોગ માટે તૈયાર છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news