'Good Newwz'નું ટ્રેલર જોઈને ક્રેઝી થયો આમિર ખાન, અક્ષયકુમારે પણ આપ્યો આવો જવાબ!

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાને (Aamir Khan) ખેલાડી અક્ષયકુમારની (Akshay Kumar) આગામી ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz)નું ટ્રેલર જોઈને બહુ સરસ રિએક્શન આપ્યું છે

'Good Newwz'નું ટ્રેલર જોઈને ક્રેઝી થયો આમિર ખાન, અક્ષયકુમારે પણ આપ્યો આવો જવાબ!

નવી દિલ્હી : હાલમાં જ અક્ષય કુમાર (Akshay Kumar) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz)નું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ટ્રેલરને દર્શકોને સારો પ્રતિભાવ મળ્યો છે. મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાને (Aamir Khan) ખેલાડી અક્ષયકુમાર (Akshay Kumar)ની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz)નું ટ્રેલર જોઈને જોરદાર રિએક્શન આપ્યું છે. 

આ ટ્રેલર જોઈને આમિર ખાને ટ્વિટર પર લખ્યું છે કે ફિલ્મનું ટ્રેલર શાનદાર છે. એને જોઈને હું હસવાનું રોકી નથી શક્યો. મને આ ટ્રેલર બહુ પસંદ આવ્યું છે. 

— Aamir Khan (@aamir_khan) November 20, 2019

આમિર પાસેથી પોતાની ફિલ્મના ટ્રેલરના વખાણ સાંભળીને અક્ષય કુમાર (Akshay Kumar) પણ પોતાની જાતને રોકી ન શક્યો. તેણે આમિર ખાનને ધન્યવાદ આપીને કહ્યું આભાર આમિર, મને ખુશી છે કે હું તમને હસાવી શક્યો. 

— Akshay Kumar (@akshaykumar) November 20, 2019

ગુડ ન્યૂઝ (Good Newwz) 27 ડિસેમ્બર, 2019ના દિવસે થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં અક્ષય કુમાર (Akshay Kumar) સિવાય દિલજીત દોસાંજ (Diljit Dosanjh), કરીના કપૂર (Kareena Kapoor) અને કિયારા અડવાણી (Kiara Advani) પણ જોવા મળશે. બોક્સઓફિસ પર ગૂડ ન્યૂઝ (Good Newwz)નો સામનો સલમાન ખાનની દબંગ 3 (Dabang 3) સાથે થશે. 

LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news