નાણાવટી હોસ્પિટલ

એશ્વર્યા અને આરાધ્યા હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ, 10 દિવસ પહેલા થયા હતા એડમિટ

બચ્ચન પરિવારની વહુ અને એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચન નાણાવટી હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ગયા છે. કોરોના પોઝિટિવ થયાના 5 દિવસ બાદ એશ્વર્યા અને આરાધ્યા નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને 10 દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, 11 જુલાના અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 12 જુલાઇના એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે, જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Jul 27, 2020, 04:29 PM IST

ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ... અમિતાભ બોલ્યા- ખોટું, બેજવાબદાર, બનાવટી અને ગંભીર જૂઠાણું છે

હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યાં છે. પરંતુ સાથે તે અફવા ઉડી રહી છે કે અમિતાભ બચ્ચન સ્વસ્થ થઈ ગયા છે.  પરંતુ અમિતાભે ખુદ ટ્વીટ કરીને આ અફવાઓ પર વિરામ લગાવી દીધો છે. 

Jul 23, 2020, 05:46 PM IST

અમિતાભે હોસ્પિટલમાંથી અભિષેક, એશ્વર્યા અને આરાધ્યાની તસવીર સાથે ફેન્સ માટે લખ્યો મેસેજ

Amitabh Bachchan કોરોનાની સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેઓ ફેન્સની સાથે સતત સોશિયલ મીડિયા પર જોડાયેલા છે. તેમણે પરિવારનો ફોટો ટ્વીટ કરીને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. 

Jul 19, 2020, 11:04 AM IST

રેખાના 2 હાઉસકીપરને પણ કોરોના, છતાં એક્ટ્રેસે ટેસ્ટ કરાવવાની ચોખ્ખી ના પાડી...

સમગ્ર દેશ હાલ કોરોના વાયરસની મહામારીનો સામનો કરવી રહ્યો છે. આ મહામારીએ મનોરંજન અને સિનેમા જગતને પોતાનું ઘર બનાવી લીધું છે. બોલિવુડની દિગ્ગજ અદાકારા રેખાના સિક્યોરિટી ગાર્ડ બાદ હવે તેના 2 હાઉસકીપર પણ કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. આ ખબર રેખાના ફેન્સ માટે આંચકાજનક છે. આ લોકો કોરોના સંક્રમિત મળ્યા બાદ રેખાની બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી છે. તો રેખા હોમ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.

Jul 15, 2020, 10:35 AM IST

નાણાવટી હોસ્પિટલનું હેલ્થ બુલેટિનઃ જાણો કેવી છે અમિતાભ-અભિષેક બચ્ચનની તબિયત

મુંબઈની નાણાવટી હોસ્પિટલે પોતાનું મેડિકલ બુલેટિન જારી કરીને અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના સ્વાસ્થ્યની જાણકારી આપી છે. 

Jul 13, 2020, 08:54 AM IST

એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

હવે સમાચાર આવ્યા છે કે અભિષેક બચ્ચનની પત્ની એશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. 
 

Jul 12, 2020, 03:02 PM IST

અમિતાભ બચ્ચન માટે હોસ્પિટલની બહાર ભેગા થઈ રહ્યાં છે ફેન્સ, પોલીસે વધારી સુરક્ષા

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચન કોરોનાથી સંક્રમિત થવાના સમાચાર મળ્યા બાદ લોકેએ વિલે પાર્લે સ્થિત હોસ્પિટલની બહાર ભેગા થવાનું શરૂ કરી દીધુ હતું. પરંતુ તેને સતત હટાવવામાં આવી રહ્યાં છે. 
 

Jul 12, 2020, 02:24 PM IST

અમિતાભ બાદ અભિષેક બચ્ચનને પણ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના પૂત્રને અભિષેક બચ્ચનને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. 44 વર્ષના અભિષેક બચ્ચનના કોરોના ટેસ્ટ પિતા અમિતાભના પોઝિટિવ આવ્યા બાદ કરવામાં આવ્યો છે. સમગ્ર બચ્ચન પરિવાર અને તેના સ્ટાફના ટેસ્ટ થયો, ત્યારબાદ હવે અભિષેકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. અભિષેકને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Jul 12, 2020, 12:29 AM IST

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં દાખલ

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કોરના વાયરસથી સંક્રમિત થયા છે. શનિવાર સાંજે મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

Jul 11, 2020, 11:05 PM IST