બોલીવુડની બે મોટી અભિનેત્રી કોરોના પોઝિટિવ, સુપર સ્પ્રેડર હોવાનો ખતરો

બીએમસી સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે કરીના કપૂર અને અમૃતા અરોડા સુપર સ્પ્રેડર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બંને મિત્ર છે અને બોલીવુડના અનેક સિતારાઓ સાથે સતત તેની મુલાકાત થતી રહે છે.

બોલીવુડની બે મોટી અભિનેત્રી કોરોના પોઝિટિવ, સુપર સ્પ્રેડર હોવાનો ખતરો

મુંબઈઃ કોરોનાનો ખતરો જરૂર ઓછો થયો છે પરંતુ હજુ ટળ્યો નથી. મહારાષ્ટ્રમાં સંક્રમણની બીજી લહેરની સૌથી ખરાબ અસર જોવા મળી હતી જે હજુ જારી છે. નવી જાણકારી પ્રમાણે અભિનેત્રી કરીના કપૂર ખાન અને અમૃતા અરોડા કોરોના પોઝિટિવ આવી છે. 

બીએમસી સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે કરીના કપૂર અને અમૃતા અરોડા સુપર સ્પ્રેડર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બંને મિત્ર છે અને બોલીવુડના અનેક સિતારાઓ સાથે સતત તેની મુલાકાત થતી રહે છે. સાથે બંને અભિનેત્રીઓ પાછલા દિવસોમાં બોલીવુડની ઘણી પાર્ટીઓમાં સામેલ થઈ ચુકી છે. 

બીએમસીએ તેના કોન્ટેક્ટનું ટ્રેસિંગ શરૂ કરી દીધું છે. તેના સંપર્કમાંથી કેટલીક અન્ય હસ્તીઓનો રિપોર્ટ આજે આવી શકે છે. બંને અભિનેત્રી પોઝિટિવ આવ્યા બાદ બોલીવુડમાં હડકંપ મચી ગયો છે. બીએમસી તરફથી તેના સંપર્કમાં આવેલા લોકોના RTPCR ટેસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

મહત્વનું છે કે કરીના કપૂર અને અમૃતા અરોડા સિવાય કરિશ્મા કપૂર, મલાઇકા અરોડા હંમેશા પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. તેવામાં તેના સંપર્કમાં આવેલા અન્ય બોલીવુડ સ્ટાર્સ પણ સંક્રમિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

વર્ક ફ્રંટની વાત કરીએ તો કરીના કપૂર જલદી લાલ સિંહ ચડ્ઢામાં જોવા મળશે જેમાં આમિર ખાન તેનો કો-સ્ટાર હશે. આ ફિલ્મ એપ્રિલ 2022માં રિલીઝ થવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news