Exclusive: ઓફિસ બાદ હવે કંગનાના ફ્લેટ પર BMCની નજર, ઘર તોડવાની માંગ મંજૂરી

કંગના રનૌત (Kangana Ranaut)ના બાંદ્રા પાલી હિલ વિસ્તારની ઓફિસની તોડફોડ બાદ હવે તેના ફ્લેટ પર પણ બીએમસી (Brihanmumbai Municipal Corporation)ની નજર છે. કંગના જે ફ્લેટમાં રહે છે તેમાં ગેરકાયદેસર બાંધકામ કાર્યનો આરોપ લગાવ્યો છે. મુંબઇ મહાનગર નગરપાલિકાએ કંગનાની સામે ફરિયાદને લઇ કોર્ટથી તેની બિલ્ડિંગ તોડવાની મંજૂરી માંગી છે. જાણકારી માટે જણાવી દઇએ કે, સોમવારના ઢિંઢોસી સીટ સિવિલ કોર્ટમાં પાલિકાએ અપીલ કરી હતી.

Exclusive: ઓફિસ બાદ હવે કંગનાના ફ્લેટ પર BMCની નજર, ઘર તોડવાની માંગ મંજૂરી

મુંબઇ: કંગના રનૌત (Kangana Ranaut)ના બાંદ્રા પાલી હિલ વિસ્તારની ઓફિસની તોડફોડ બાદ હવે તેના ફ્લેટ પર પણ બીએમસી (Brihanmumbai Municipal Corporation)ની નજર છે. કંગના જે ફ્લેટમાં રહે છે તેમાં ગેરકાયદેસર બાંધકામ કાર્યનો આરોપ લગાવ્યો છે. મુંબઇ મહાનગર નગરપાલિકાએ કંગનાની સામે ફરિયાદને લઇ કોર્ટથી તેની બિલ્ડિંગ તોડવાની મંજૂરી માંગી છે. જાણકારી માટે જણાવી દઇએ કે, સોમવારના ઢિંઢોસી સીટ સિવિલ કોર્ટમાં પાલિકાએ અપીલ કરી હતી.

સમાચાર છે કે, કંગનાના ખાર સ્થિત ઘર પર અનેક નિયમોનું ઉલ્લંઘન કરી નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. કંગનાનું ઘર મુંબઇના ખાર વિસ્તારમાં DB બ્રિજ ઇમારતની પાંચમાં માળ પર છે. આ ઘરમાં વર્ષ 2018માં કેટલાક ફેરફાર કર્યા હતા. મુંબઇ મહાનગર પાલિકાએ કંગના પર નિયમોને તોડી બિંલ્ડિંગ તૈયાર કરવાનો આરપ લગાવ્યો છે. આ આરોપોના કારણે મુંબઇ મહાનગર પાલિકાએ એમઆરટીપી એક્ટ (monopolistic and restrictive trade practice Act) અંતર્ગત કંગનાને નોટિસ મોકલી હતી.

જ્યારે કંગનાને નોટિસ મળી હતી તે સમયે તેણે સિટી સિવિલ કોર્ટમાં સ્ટે ઓર્ડર લાવી મહાનગરપાલિકાની કાર્યવાહી રોકી હતી. જો કે, તે સમયે કંગનાએ કોઇ પણ રિનોવેશન પરમીશન લેટર કોર્ટમાં રજૂ કર્યો ન હતો. તેથી હવે મુંબઇ મહાનગરપાલિકાએ તોડક કાર્યવાહીનો સ્ટે ઓર્ડર સ્થગિત કરવાની માંગ કરી કોર્ટમાં નવું સબમિશન કર્યું છે. બીએમસીના આરોપ અનુસાર કંગનાએ ફ્લેટમાં 8 ફેરફાર કર્યા છે જે નિયમો વિરૂદ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news