VIDEO: એરપોર્ટ પર ફોટો લઈ રહેલા ફોટોગ્રાફરને દીપિકા પાદુકોણે કરી મોટી ઓફર...

દીપિકા જ્યારે એરપોર્ટની બહાર નિકળે છે, તો ફોટોગ્રાફર તેનો ફોટો લેવા લાગે છે, ત્યારે દીપિતા હસ્તા-હસ્તા ફોટોગ્રાફરને ડ્રાઇવ માટે આમંત્રણ આપે છે. 

VIDEO: એરપોર્ટ પર ફોટો લઈ રહેલા ફોટોગ્રાફરને દીપિકા પાદુકોણે કરી મોટી ઓફર...

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હંમેશા ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ મુંબઈ એરપોર્ટના પ્રવેશ દ્વાર પર એક સુરક્ષાકર્મીએ પોતાના કાર્યનું પાલન કરતા દીપિકા પાસે ઓળખપત્રની માગ કરી હતી, ત્યારબાદ દીપિકાએ તેનું સન્માન કરતા પોતાનું ઓળખ કાર્ડ દેખાડ્યું હતું. દીપિકાના ફેન્સ આ વીડિયો પર તેની ખુબ પ્રશંસા કરી રહ્યાં છે. એકવાર ફરી મુંબઈ એરપોર્ટથી દીપિકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

એરપોર્ટનો છે વીડિયો
આ વીડિયોમાં દીપિકા જ્યારે એરપોર્ટથી બહાર નિકળે છે, તો ફોટોગ્રાફર તેનો ફોટો લેવા લાગે છઝે, ત્યારે દીપિકા હસ્તા હસ્તા ફોટોગ્રાફરને ડ્રાઇવ માટે ઇનવાઇટ કરે છે. તે ફોટોગ્રાફરને ગાડીમાં બેસવાનું કહે છે. તે પોતાની ગાડી તરફ ઇશારો કરતા કહે છે, આવી જા બેસી જા. એક સેલિબ્રિટી ફોટોગ્રાફરે આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે, જેને 15 કલાકની અંદર 2 લાખથી વધુ જોવાઇ ચુક્યો છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ હાલમાં પોતાની આગામી ફિલ્મ 'છપાક'નું શૂટિંગ પૂરુ કરી લીધું છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની જિંદગી પર આધારિત છે. 

મેઘના ગુલઝાર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'છપાક' 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે. ફિલ્મ છપાકમાં દીપિકાની સાથે વિક્રાંત મેસી પણ છે. છપાકમાં પોતાની ભૂમિકા વિશે દીપિકાએ પહેલા કહ્યું હતું, 'આ એક મહત્વપૂર્ણ કહાની છે અને આ સત્ય ઘટના પર આધારિત છે.' છપાકનું શૂટિંગ મુખ્યત્વે દિલ્હી અને મુંબઈમાં થયું છે. તો દીપિકા આવનારા સમયમાં રણવીરની સાથે 83મા જોવા મળશે. પોતાના લગ્ન બાદ આ બંન્ને પ્રથમવાર એકસાથે કામ કરવા જઈ રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news