Ram Mandir: 22 તારીખે આલિયા-રણબીર જશે અયોધ્યા, મળ્યું પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું નિમંત્રણ

Alia-Ranbir Receive Ram Mandir Invitation: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં જોવા મળશે. આ કપલને આજે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું નિમંત્રણ મળ્યું છે.

Ram Mandir: 22 તારીખે આલિયા-રણબીર જશે અયોધ્યા, મળ્યું પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું નિમંત્રણ

મુંબઈઃ Alia-Ranbir Receive Ram Mandir Invitation: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની આતૂરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. અનેક મોટી હસ્તિઓ આ ભવ્ય સમારોહ માટે 22 તારીખે અયોધ્યા જશે. આજે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને પણ રામ મંદિરનું નિમંત્રણ મળી ગયું છે. કપલને ઘરે જઈને કાર્ડ આપવામાં આવ્યું છે, જેની તસવીરો સામે આવી છે.

રામ મંદિરના સમારોહમાં સામેલ થશે આલિયા-રણબીર
આલિયા અને રણબીરની નિમંત્રણ સ્વીકારતી તસવીરો સામે આવી છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ અંબેકર, આરએસએસ કોંકણના પ્રાંચ પ્રચારક પ્રમુખ અજય મુડપે અને નિર્માતા મહાવીર જૈન કપલને ઈન્વિટેશન આપતા જોવા મળી રહ્યાં છે. આ ફોટો આલિયા અને રણબીરના ઘરનો છે. 

— ANI (@ANI) January 7, 2024

રામ મંદિરના સમારોહમાં હાજરી આપશે અનેક સિતારા
ભારત આસ્થાનો દેશ છે. પછી ભલે સામાન્ય લોકો હોય કે સિતારા, દરેક કોઈ પૂજા-પાઠમાં વિશ્વાસ રાખે છે. આલિયા અને રણબીરની સાથે-સાથે ઘણા અન્ય સિતારાઓને પણ રામ મંદિરના સમારોહનું નિમંત્રણ મળ્યું છે. તેવામાં 22 તારીખે ઘણા મોટા ચહેરા અયોધ્યામાં જોવા મળશે.

આ સિતારા આપી શકે છે હાજરી
અમિતાભ બચ્ચન, સંજય લીલા ભણસાલી, રોહિત શેટ્ટી, માધુરી દીક્ષિત, અનુપમ ખેર, અક્ષય કુમાર, સની દેઓલ, અજય દેવગન, પ્રભાસ, આયુષ્માન ખુરાના, ટાઇગર શ્રોફ, દીપિકા ચિખલિયા અને કંગના રનૌત જેવા સિતારાઓને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું નિમંત્રણ મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news