નવા વર્ષે નવો સ્માર્ટફોન ખરીદવા ઇચ્છો છો? જાન્યુઆરીમાં લોન્ચ થશે આ 5 Smartphones
Upcoming Smartphone: જો તમે નવા વર્ષમાં નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો જાન્યુઆરીમાં એવા 5 સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છે, જેમાં ઘણા અનોખા ફીચર્સ હશે. આ યાદીમાં OnePlus, Xiaomi, Samsung અને Vivoના સ્માર્ટફોન સામેલ છે.
Trending Photos
2024 Smartphone: ડિસેમ્બર થોડા દિવસોમાં પૂરો થશે અને 2024 આવવાનો છે. નવા વર્ષે લોકો નવા સંકલ્પો સાથે નવી વસ્તુઓ ખરીદે છે. ઘણા લોકો નવા વર્ષે નવો ફોન ખરીદે છે. જો તમે નવા વર્ષમાં નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો જાન્યુઆરીમાં આવા 5 સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છે, જેમાં ઘણા અનોખા ફીચર્સ હશે. આ યાદીમાં OnePlus, Xiaomi, Samsung અને Vivoના સ્માર્ટફોન સામેલ છે. આમાંના ઘણા ફોન 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને શાનદાર કેમેરા સેટઅપનો દાવો કરે છે. ચાલો તેના વિશે જાણીએ...
Kundali Milan: કુંડળી મેચ કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન,નહીંતર એક ચૂક પડી જશે ભારે
Year Ender 2023: બાબા વેંગાની તે ભવિષ્યવાણીઓ જે લગભગ સાચી સાબિત થઇ
OnePlus 12
OnePlus 12 ભારતમાં 23 જાન્યુઆરીએ લોન્ચ થશે. તમને જણાવી દઈએ કે, આ ફોન ચીનમાં લૉન્ચ થઈ ચૂક્યો છે. તેથી તેની વિશેષતાઓ પહેલાથી જ જાહેર કરવામાં આવી છે. ફોનમાં 6.8-ઇંચની AMOLED ડિસ્પ્લે હશે. આ ફોન Snapdragon 8 Gen 3 ચિપસેટ દ્વારા સંચાલિત હશે. આ સિવાય ફોન 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. ફોનમાં 5400mAh બેટરી હશે. ફોનમાં 50MP કેમેરા હશે.
Basil Seed Water: આ ડ્રીંક પીવાથી મળશે 5 જોરદાર ફાયદા, પેટની ઘણી સમસ્યાઓ થશે દૂર
Hair Care: શિયાળામાં તૂટી રહ્યા છે વાળ તો આ વસ્તુઓનો કરો પ્રયોગ, ખતમ થઇ જશે સમસ્યા
Xiaomi Redmi Note 13
Xiaomi Redmi Note 13 સિરીઝ 4 જાન્યુઆરીએ લોન્ચ થશે. સીરીઝમાં ત્રણ મોડલ્સ (Redmi Note 13, Redmi Note 13 Pro અને Redmi Note 13 Pro Plus) હશે. ફોનમાં MediaTek Dimensity 7200 પ્રોસેસર સપોર્ટ મળશે. ફોનમાં 5000mAh બેટરી હશે.
Year Ender 2023: વર્ષ 2023 માં આ ક્રિપ્ટોકરન્સીએ મચાવી ધમાલ, રોકાણકારોને કરી દીધા માલામાલ
Year Ender 2023: આ વર્ષે લોન્ચ થઇ આ 11 કાર, તમને કઇ ગમી?
Vivo X100 Pro અને X100
Vivo એ એક નવું ટીઝર રજૂ કર્યું છે, જેમાં કંપનીએ Vivo X100 સીરીઝના લોન્ચ વિશે સંકેત આપ્યો છે. તેણે પોસ્ટરમાં કમિંગ સૂન લખ્યું છે. આનો અર્થ એ છે કે ખૂબ જ ટૂંક સમયમાં Vivo તેની નવી ફ્લેગશિપ સિરીઝ લોન્ચ કરશે. એવું માનવામાં આવે છે કે તે જાન્યુઆરીમાં રજૂ કરવામાં આવશે. ફોન MediaTek Dimensity 9300 ચિપસેટ દ્વારા સંચાલિત થશે. તેમાં 1 ઇંચનું બાયોનિક સેન્સર આપવામાં આવશે.
Weight Gain: દુબળા-પતળા શરીરથી પરેશાન છો? વજન વધારવા માટે ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુ
MP Tourist Place: રજાઓમાં ફરવા માટે જન્નતથી કમ નથી આ સ્થળ, થાક ઉતરી જશે
OnePlus 12R
OnePlus OnePlus 12 ની સાથે OnePlus 12R પણ લોન્ચ કરશે. એટલે કે ફોન 23 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવશે. ફોનના ફીચર્સ અને સ્પેક્સ વિશે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી.
22 ડિસેમ્બર સુધી સસ્તું સોનું ખરીદવાની તક, 1 ગ્રામ માટે ચૂકવવા પડશે ₹6,199
નિવૃત થશો તો પણ ખાતામાં જમા થશે 5000 રૂપિયા, ગજબની છે આ 4 સરકારી Retirement Scheme
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે