#MeToo: રેપના આરોપ પર પહેલી વખત બોલ્યા આલોક નાથ, જાણો શું કહ્યું...

આલોક નાથે કહ્યું કે માનનીય કોર્ટ અને મારા વકીલોએ મને અત્યારે સંપૂર્ણ રીતે ચુપ રહેવાની સલાહ આપી છે. હકીકતમાં, હું હંમેશાં શાંત રહ્યો છું. હોય શકે છે, કદાચ ગુસ્સામાં મારા મોં થી કેટલાક શબ્દો નીકળી ગયા છે.

#MeToo: રેપના આરોપ પર પહેલી વખત બોલ્યા આલોક નાથ, જાણો શું કહ્યું...

નવી દિલ્હી: અભિનેતા આલોક નાથ જેમના પર લેખિકા-દિગ્દર્શક વિનતા નંદાએ દૂષ્કર્મનો આરોપ લગાવ્યો છે અને જેમણે અગોતરા જામીન મળી ગયા છે. તેઓ છેવટે બોલવા માટે સામે આવ્યા છે. આલોક નાથે કહ્યું કે માનનીય કોર્ટ અને મારા વકીલોએ મને અત્યારે સંપૂર્ણ રીતે ચુપ રહેવાની સલાહ આપી છે. હકીકતમાં, હું હંમેશાં શાંત રહ્યો છું. હોય શકે છે, કદાચ ગુસ્સામાં મારા મોં થી કેટલાક શબ્દો નીકળી ગયા છે. નહિંતર, હું ત્રણ મહિના માટે સંપૂર્ણપણે શાંત રહ્યો છું.

આલોક નાથે કહ્યું કે મારા માટે હાલમાં કોઇ ટિપ્પણી કરવી યોગ્ય નથી. પરંતુ હાં, અમને (અલાક નાથ અને તેમનેા વકિલોની ટીમ) અગોતરા જામીન મળી ગયા છે, અને અમે તેના માટે ઘણા આભારી છે. જ્યારે પણ હું બોલવાની સ્થિતિમાં હોઇશ, હું ઇમાનદારીથી તમારી સાથે વાત કરીશ.

આલોક નાથે જોકે તેમની પત્ની આશુનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે તે મારા માટે શક્તિ સ્તંભ રહી છે. હું ભગવાનનો આભારી છું કે મારી આ સંપૂર્ણ યાત્રામાં તે મારી સહયાત્રી રહી છે. તે હમેસા મારી સાથે રહી છે અને મારું સત્ય તેનું સત્ય છે, અને તે ભગવાનનું સત્ય છે. એટલે હું તેના માટે ભગવાનનો પણ આભારી છું.

આલોક નાથે કહ્યું કે તેમનો આગાઉના કાયદાકીય પગલા કોર્ટના આદેશ પર નિર્ભર કરશે. અભિનેતાએ કહ્યું કે હું અત્યારે કંઇપણ જણાવી શકીશ નહીં, પરંતુ એક વાત હું તમને જણાવી કે, આ લાડાઇ તેના યોગ્ય નિષ્કર્ષ સુધી પહોંચી જશે, અને સત્ય જે પણ હોય તે સામે આવશે.
(ઇનપુટ: IANS)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news