બિનજરૂરી ભીડ કરાશે તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરાશે : અશ્વિની કુમાર

કોરોના અંગેના અપડેટ્સ આપતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, અમદાવાદના નાયબ મામલતદારનું કોરોના વાયરસમાં મૃત્યુ થતાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૨૫ લાખની રકમ આપવાની જાહેરાત કરી છે. દિનેશભાઈ રાવલના પરિવારજનોને આ રકમ આપવામાં આવશે. રૂપિયા 25 લાખનો ચેક આજે આપવામાં આવશે. નોન કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં જનજીવન સામાન્ય થાય એ દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે. આજે ઘણી બધી જગ્યાએ ભીડ વધારે જોવા મળી છે. આથી પ્રજાજનોને મુખ્યમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકડાઉનમાં ચારમાં જે છૂટછાટ આપવામાં આવી છે, તે લોકોના હિતમાં આપવામાં આવી છે. આથી સંક્રમણ ન ફેલાય અને જનજીવન સામાન્ય રીતે આગળ વધે તે જરૂરી છે. ચા-પાણી, પાન-મસાલાની દુકાન પર ભીડ ન થાય તે જોવાની સૌની જવાબદારી છે. હેર કટિંગ સલૂનમાં વિશેષ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે. બિનજરૂરી ભીડ કરવામાં આવશે તો તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરવામાં આવશે.

બિનજરૂરી ભીડ કરાશે તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરાશે : અશ્વિની કુમાર

હિતલ પારેખ/ગાંધીનગર :કોરોના અંગેના અપડેટ્સ આપતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, અમદાવાદના નાયબ મામલતદારનું કોરોના વાયરસમાં મૃત્યુ થતાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૨૫ લાખની રકમ આપવાની જાહેરાત કરી છે. દિનેશભાઈ રાવલના પરિવારજનોને આ રકમ આપવામાં આવશે. રૂપિયા 25 લાખનો ચેક આજે આપવામાં આવશે. નોન કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં જનજીવન સામાન્ય થાય એ દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે. આજે ઘણી બધી જગ્યાએ ભીડ વધારે જોવા મળી છે. આથી પ્રજાજનોને મુખ્યમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકડાઉનમાં ચારમાં જે છૂટછાટ આપવામાં આવી છે, તે લોકોના હિતમાં આપવામાં આવી છે. આથી સંક્રમણ ન ફેલાય અને જનજીવન સામાન્ય રીતે આગળ વધે તે જરૂરી છે. ચા-પાણી, પાન-મસાલાની દુકાન પર ભીડ ન થાય તે જોવાની સૌની જવાબદારી છે. હેર કટિંગ સલૂનમાં વિશેષ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે. બિનજરૂરી ભીડ કરવામાં આવશે તો તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરવામાં આવશે.

મહત્વની જાહેરાત, ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવ-જા માટે પાસની જરૂર નથી 

તેમણે વધુમાં જણાવ્યું કે, બિનજરૂરી ભીડ કરવામાં આવશે તો તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરવામાં આવશે. જો છૂટછાટનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે તો રાજ્ય સરકાર વધુ છૂટછાટ આપવાની દિશામાં વિચારણા કરી શકે. બ્યુટી પાર્લર, પાન મસાલાના દુકાનદારોએ ગ્રાહકોને એપોઇન્ટમેન્ટ આપીને જ કામ કરે, જેનાથી ભીડ નહિ થાય. સવારના આઠથી ત્રણ વાગ્યા સુધી કન્ટેઈમેન્ટ ઝોનમાં દુકાનો ખુલ્લી રહેશે. નોન કન્ટેઈમેન્ટ ઝોનમાં સવારે 8 થી ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. દવાની દુકાનોને 24 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. રાતના 7 વાગ્યાથી 7 સાત વાગ્યા સુધીમાં કર્ફ્યુનો કડક અમલ કરવામાં આવશે. જે ઉદ્યોગો અને ફેક્ટરીઓને છૂટછાટ આપી છે તે સાંજે 6 વાગ્યા સુધી જ શિફ્ટ રાખવાની રહેશે. જેથી, કર્મચારીઓ 7 વાગ્યા પહેલા પોતાના ઘરે પહોંચી શકે. 

નવા સુધારા સાથે અમદાવાદમાં જાહેરનામુ બહાર પડાયું, જાણી લો હવે શું-શું ખુલ્લુ રાખી શકાશે

ગુજરાતમાંથી અન્ય પરપ્રાંતિયો માટે દોડાવાયેલા ટ્રેનો અંગે તેમણે જણાવ્યું કે, ગુજરાતમાંથી અત્યાર સુધી 518 ટ્રેન રવાના કરાઈ છે. 363 ટ્રેન અત્યાર સુધી ઊત્તરપ્રદેશમાં મોકલાઈ છે. આજે 19 મેના રોજ 39 ટ્રેન ચલાવવામાં આવશે. જેમાં 61 હજાર જેટલા લોકો રવાના થશે. સુરતથી કુલ આજે 20 ટ્રેન રવાના થશે. તો અમદાવાદથી 5 ટ્રેન રવાના થશે. રાજકોટમાંથી 4 ટ્રેન રવાના થશે. અત્યાર સુધીમાં કુલ 8 લાખ લોકો ગુજરાતમાંથી  રવાના થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news