કેબીસીની તારીખની જાહેરાત, અમિતાભ બચ્ચન કરશે હોસ્ટ

અમિતાભ બચ્ચન જેટલા પ્રખ્યાત મોટા પડદા પર છે તેનાથી પણ વધુ પોપ્યુલર તેઓ ટીવી પર છે. કોન બનેગા કરોડપતિથી પોતાના કરિયરની નવી ઈનિંગ શરૂ કરનાર બિગ બીના આ શોનો ઇંતજાર તેમના ફેન્સને ખૂબ રહે છે.

કેબીસીની તારીખની જાહેરાત, અમિતાભ બચ્ચન કરશે હોસ્ટ

નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચન જેટલા પ્રખ્યાત મોટા પડદા પર છે તેનાથી પણ વધુ પોપ્યુલર તેઓ ટીવી પર છે. કોન બનેગા કરોડપતિથી પોતાના કરિયરની નવી ઈનિંગ શરૂ કરનાર બિગ બીના આ શોનો ઇંતજાર તેમના ફેન્સને ખૂબ રહે છે. ઓ શોની રજીસ્ટ્રેશન ડેટ આઉટ થઈ ગઈ છે અને આ સાથે ટેલીકાસ્ટની ડેટ પણ સામે આવી ગઈ છે. બિગ બિએ આ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને તેને ઓગસ્ટમાં ઓન એર કરવામાં આવશે. 

એક વેબસાઇટમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે પ્રાઇમ ટાઇમ 9 કલાકના સ્લોટમાં જ ઓનએર કરવામાં આવશે. એક કલાકના આ શોને કારણે 9.30 કલાકે આવી રહેલા લેડી સ્પેશિયલને ઓફ એર કરી દેવામાં આવશે. આ પહેલા 9 કાલકે સોની પર પટિયાલા બેબ્સ શો આવે છે. જાણવા મળેલી વિગતો પ્રમાણે આ શોને નવા ટાઇમ સ્લોટમાં રાખવામાં આવશે. 

— Amitabh Bachchan (@SrBachchan) February 13, 2019

મહત્વનું છે કે કેબીસીનું રજીસ્ટ્રેશન 1 મેથી શરૂ થઈ રહ્યું છે. તો શોનો નવો પ્રોમો લોકોના દિલ જીતી રહ્યો છે. એક કલાકના આ શો 9 થી 10ને આ સિઝનમાં પણ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરતા જોવા મળશે. વર્ષ 2000થી શરૂ થઈ રહેલા કેબીસીને 19 વર્ષ થવા જઈ રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news