Cannes 2019 : અમૂલે એશ્વર્યા-દીપિકાના લુકને કર્યો સેલિબ્રિટ, જુઓ ફોટો

અમૂલે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર દીપિકા અને એશ્વર્યાના ગાઉન લુકને પોતાના અંદાજમાં બનાવ્યો છે. 

Cannes 2019 : અમૂલે એશ્વર્યા-દીપિકાના લુકને કર્યો સેલિબ્રિટ, જુઓ ફોટો

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રીઓનો કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દબદબો દર વર્ષે વધી રહ્યો છે. આ સિઝનમાં દીપિકા પાદુકોણ પોતાના ડિફરન્ટ લૂકને કારણે આ ઈવેન્ટમાં છવાયેલી રહી હતી, તો દેસી ગર્વ પ્રિયંકા ચોપડાએ પણ આ ફેસ્ટિવલમાં પોતાનું પર્દાપણ કરી લીધું છે. વિશ્વ સુંદરી અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની શાનદાર અભિનેત્રીના લિસ્ટમાં સામેલ એશ્વર્યા રાય બચ્ચનનું નામ પણ આ ફેસ્ટિવલ સાથે જોડાયેલું છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની આ જાણીતી અભિનેત્રીઓના રેડ કાર્પેટને સેલિબ્રિટ કરતા અમૂલ બટરે એક નવો ફોટો રિલીઝ કર્યો છે. 

અમૂલે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર દીપિકા અને એશ્વર્યાના ગાઉન લુકને પોતાના અંદાજમાં બનાવ્યો છે. દીપિકાનો ગ્રીન ગાઉન લુક અને એશ્વર્યાનો ગોલ્ડન જલપરી લુક કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ચર્ચામાં રહ્યો હતો. અમૂલ પોતાના ક્રિએટિવ પોસ્ટરો માટે હંમેશા પ્રશંસામાં રહે છે. દીપિકા અને એશ્વર્યાનું ડૂડલ શેર કરતા અમૂલે લખ્યું, 'ગોરી તેરા ગાઉન બડા ન્યારા.'

— Amul.coop (@Amul_Coop) May 21, 2019

મહત્વનું છે કે અમૂલ બટર હંમેશાથી પોતાના ફની અને ક્યૂટ ડૂડલ્સના માધ્યમથી બોલીવુડની ઘણી યૂનિક મુમેન્ટને શેર કરતું રહે છે. થોડા દિવસ પહેલા આવેલી ફિલ્મ ગલી બોય માટે પણ અમૂલે એક ડૂડલ બનાવ્યું હતું જેના પર લખ્યું હતું કે 'અપના ટાઇમ હૈ.... ખાએગા.'

— Amul.coop (@Amul_Coop) February 18, 2019

અમિતાભ બચ્ચનથી લઈને કંગના રનૌત સુધી અમૂલ દરેક હિટ એક્ટર પર ડૂડલ બનાવી ચુક્યું છે. 2016માં નેશનલ એવોર્ડ જીતનારા અભિનેતાઓને પણ અમૂલ ગર્લ ટ્રિબ્યૂટ કર્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news