Call Me Bae: કરણ જોહરની વેબ સીરીઝ કોલ મી બે નું ટ્રેલર મચાવી રહ્યું છે ધૂમ, અનન્યા પાંડે કરશે ફુલ એન્ટરટેઈન

Call Me Bae: અનન્યા પાંડે ની વેબ સિરીઝ Call Me Bae નું પ્રીમિયર 6 સપ્ટેમ્બર 2024 ના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર થશે. આ વેબ સિરીઝમાં અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

Call Me Bae: કરણ જોહરની વેબ સીરીઝ કોલ મી બે નું ટ્રેલર મચાવી રહ્યું છે ધૂમ, અનન્યા પાંડે કરશે ફુલ એન્ટરટેઈન

Call Me Bae: અનન્યા પાંડે છેલ્લે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ખો ગયે હમ કહાંમાં જોવા મળી હતી. હવે ફરી એક વખત તે ઓટીટી પર વાપસી કરી રહી છે. પરંતુ આ વખતે તે કોઈ ફિલ્મમાં નહીં પરંતુ વેબ સિરીઝમાં જોવા મળશે. અનન્યા પાંડે સ્ટારર Call Me Bae વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વેબ સિરીઝ પણ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ વેબ સિરીઝમાં અનન્યા પાંડે એક અમીર ઘરની દીકરીના પાત્રમાં છે જે અચાનક જ બધું જ ગુમાવી બેસે છે અને પછી એક નવી શરૂઆત કરે છે. 

Add Zee News as a Preferred Source

અનન્યા પાંડે ની વેબ સિરીઝ Call Me Bae નું પ્રીમિયર 6 સપ્ટેમ્બર 2024 ના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર થશે. આ વેબ સિરીઝમાં અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અનન્યા પાંડે ઉપરાંત આ વેબ સિરીઝમાં વરુણ સુદ, વિહાન સમત, મિની માથુર સહિતના કલાકારો જોવા મળશે. આ વેબ સિરીઝના નિર્માતા કરન જોહર છે. 

મજેદાર છે Call Me Bae વેબ સિરીઝનું ટ્રેલર 

વેબ સિરીઝના ટ્રેલરમાં જોવા મળે છે કે અનન્યા પાંડે એક લક્ઝરી લાઈફ જીવતી છોકરી છે. તેના ઘરે દરેક કામ કરવા માટે નોકર છે. તે લાખોના કપડા પહેરે છે. ફરવા માટે તેની પાસે પ્રાઈવેટ જેટ હોય છે. એવી કોઈ વસ્તુ નથી જેની ખામી તેની પાસે હોય. પરંતુ અચાનક તેની લાઈફમાંથી આ બધુ જ છીનવાઈ જાય છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

આ વેબ સિરીઝના ટ્રેલરને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ વેબ સિરીઝના નિર્માતા કરન જોહર છે અને તેની સ્ટોરી ઈશિતા મોઈત્રા, સમીના મોટલેકર અને રોહિત નાયરે લખી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news