ફિલ્મમાં કામ માટે પ્રોડ્યુસરે કરી એવી ગંદી ડિમાન્ડ, અભિનેત્રીને કહ્યું- સાથે સૂઈ જા તો...

Ankita Lokhande Casting Couch: બોલીવુડ અને ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબો સમય વિતાવ્યો છે. તે ઘણા વર્ષોથી એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. આ દરમિયાન તેને અનેક પ્રકારના અનુભવ પણ થયેલા છે. જેમાંથી કેટલાક કાસ્ટિંગ કાઉચના અનુભવો પણ સામેલ છે.

ફિલ્મમાં કામ માટે પ્રોડ્યુસરે કરી એવી ગંદી ડિમાન્ડ, અભિનેત્રીને કહ્યું- સાથે સૂઈ જા તો...

Ankita Lokhande Casting Couch: બોલીવુડ અને ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબો સમય વિતાવ્યો છે. તે ઘણા વર્ષોથી એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. આ દરમિયાન તેને અનેક પ્રકારના અનુભવ પણ થયેલા છે. જેમાંથી કેટલાક કાસ્ટિંગ કાઉચના અનુભવો પણ સામેલ છે. એક ઈન્ટરવ્યુમાં અંકિતાએ પોતાની કરિયરમાં થયેલા આવા અનુભવ પર ખુલીને વાત કરી હતી. અંકિતાએ કહ્યું હતું કે પહેલીવાર ત્યારે બન્યું જ્યારે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બસ પોતાની કરિયર શરૂ જ કરી રહી હતી. તે એક સાઉથ ફિલ્મનું ઓડિશન આપવા ગઈ હતી. ત્યાં તેને કોમ્પ્રોમાઈઝ કરવા માટે કહેવાયું હતું. 

અંકિતાએ કહ્યું કે હું ખુબ સ્માર્ટ હતી, હું રૂમમાં એકલી હતી અને મારી ઉંમર 19 થી 20 વર્ષની હશે. જ્યારે વ્યક્તિ મારી પાસે કહેવા માટે આવ્યો કે તમારે કોમ્પ્રોમાઈઝ કરવું પડશે તો મે તેને પૂછ્યું કે કયા પ્રકારનું કોમ્પ્રોમાઈઝ ઈચ્છે છે તમારો પ્રોડ્યુસર? શું મારા પાર્ટીઝ  અને ડિનર્સમાં જવું પડશે? અંકિતાએ કહ્યું કે તેણે પ્રોડ્યુસર સાથે સૂવાની વાતથી બચવા માટે આ પ્રકારના સવાલ પૂછ્યા હતા અને જેવી તેણે તે વાત કરી તો મે તેનું બેન્ડ બજાવી નાખ્યું હતું. મે તે વ્યક્તિને પૂછ્યું કે મારા ખ્યાલથી તમારા પ્રોડ્યુસરને ટેલેન્ટેડ યુવતીઓની સાથે કામ કરવા કરતા વધુ છોકરીઓ સાથે સૂવામાં વધુ રસ છે. હું આટલું કહીને ત્યાંથી નીકળી ગઈ હતી. ત્યારબાદ તેણે મારી માફી માંગી અને મને પછી મને કહ્યું કે તેઓ મને ફિલ્મમાં કાસ્ટ કરવાની કોશિશ કરશે. મે તેમને કહ્યું કે, જો તમે કોશિશ કરશો તો પણ હું તમારી ફિલ્મમાં ઈન્ટ્રસ્ટેડ નથી. 

અંકિતાએ વધુ એક અનુભવ શેર કરતા કહ્યું હતું કે જ્યારે હું ફિલ્મોમાં આવી ગઈ તો મે ફરીથી તે મહેસૂસ કર્યું. એક ખુબ મોટો અભિનેતા કે જેનું હું નામ નહીં લઉ. હું તેની સાથે હાથ મિલાવીને જ તેની ખોટી દાનત પારખી ગઈ હતી. મને એવા વાઈબ્સ આવી ગયા હતા અને મે તરત મારો હાથ પાછો ખેંચી લીધો હતો. હું જાણી ગઈ હતી કે મારું અહીં કશું થશે નહીં કારણ કે આ ગિવ અને ટેકની દુનિયા છે. ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news