ફારુક એન્જિનિયરના ચા પિરસવાના નિવેદન પર અનુષ્કાએ આપ્યો જડબાતોડ જવાબ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા(Anushka Sharma) એ પૂર્વ વિકેટ કીપર ફારુક એન્જિનિયર (Farokh Engineer)ના એ નિવેદનને ખોટુ ગણાવ્યુંક, જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સિલેક્ટર્સે ઈંગ્લેન્ડમાં યોજાયેલ વર્લ્ડ કપ દરમિયાન અભિનેત્રીને ચા પિરસી હતી. અનુષ્કાએ ટ્વિટર પર લખ્યું કે, આ વાત એકદમ ખોટી છે કે વિશ્વ કપ દરમિયાન સિલેક્ટર્સે મને ચા પિરસી હતી. હું વર્લ્ડ કપ દરમિયાન એક જ મેચમાં આવી હતી અને ફેમિલી બોક્સમાં બેસી હતી, સિલેક્ટર્સવાળા બોક્સમાં નહિ. 
ફારુક એન્જિનિયરના ચા પિરસવાના નિવેદન પર અનુષ્કાએ આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી :ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા(Anushka Sharma) એ પૂર્વ વિકેટ કીપર ફારુક એન્જિનિયર (Farokh Engineer)ના એ નિવેદનને ખોટુ ગણાવ્યુંક, જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સિલેક્ટર્સે ઈંગ્લેન્ડમાં યોજાયેલ વર્લ્ડ કપ દરમિયાન અભિનેત્રીને ચા પિરસી હતી. અનુષ્કાએ ટ્વિટર પર લખ્યું કે, આ વાત એકદમ ખોટી છે કે વિશ્વ કપ દરમિયાન સિલેક્ટર્સે મને ચા પિરસી હતી. હું વર્લ્ડ કપ દરમિયાન એક જ મેચમાં આવી હતી અને ફેમિલી બોક્સમાં બેસી હતી, સિલેક્ટર્સવાળા બોક્સમાં નહિ. 

— Anushka Sharma (@AnushkaSharma) October 31, 2019

તેણે કહ્યું કે, સિલેક્શન સમિતીની આલોચના કરવા માટે તેના નામનો ઉપયોગ ન કરવો જોઈએ. અનુશ્કાએ એમ પણ કહ્યું કે, જો તમે સિલેક્શન સમિતિ અને તેમની આવડત પર ટિપ્પણી કરવા માંગો છો તો કૃપયા આવું કરો. પરંતુ તમારા દાવાનો સાબિત કરો અથવા ફરીથી સનસનીખેજ બનાવવા માટે મારા નામનો ઉપયોગ ન કરો. હું કોઈને પણ મારા નામનો ઉપયોગ આ બાબતો માટે નહિ કરવા દઉં. અનુષ્કાએ એ વાતનું પણ ખંડન કર્યું કે, તે બીસીસીઆઈને ટિકીટ અને સિક્યોરિટી માટે પરેશાન કરે છે.

અનુષ્કાએ કહ્યું કે, મારા નામનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે અને એમ કહેવામાં આવ્યું છે કે હું ટિકીટ કે સુરક્ષા માટે બોર્ડને પરેશાન કરું છું. જ્યારે કે હકીકત એ છે કે, મેં મેચ તથા ફ્લાઈટની ટિકીટ ખુદ જ ખરીદી છે. જ્યારે મને એક હાઈકમિશનરની પત્નીએ ગ્રૂપ ફોટોમાં આવવાની વાત કરી તો બહુ જ સંકોચ સાથે હું તે તસવીર લેવા માટે તૈયાર થઈ હતી. ત્યારે પણ બબાલ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે, હું એ ઈવેન્ટમાં જબરન સામેલ થઈ હતી. જ્યારે કે મને આમંત્રિત કરવામાં આવી હતી. પરંતુ ક્રિકેટ બોર્ડે તેને લઈને સ્પષ્ટીકરણ આપવું પડ્યું અને હું ચૂપ રહી. 

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news