દિલ્હી-NCR માં આજે પણ હવાની ગુણવત્તા એકદમ ખરાબ, જાણો તમારા વિસ્તારની સ્થિતિ

શનિવારે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં વાયુ ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં રહી હતી. સફર ઇન્ડીયાના અનુસાર શનિવારે દિલ્હીના ધીરપુરમાં પીએમ 10નું લેવલ 392 અને પીએમ 2.5નું લેવલ 455ના સ્તર પર પહોંચી ગયું. તો બીજી તરફ દિલ્હી યૂનિવર્સિટીમાં પીએમ 2.5નું લેવલ જ્યારે પીએમ 10નું લેવલ 397 રહ્યું હતું. 

દિલ્હી-NCR માં આજે પણ હવાની ગુણવત્તા એકદમ ખરાબ, જાણો તમારા વિસ્તારની સ્થિતિ

નવી દિલ્હી: શનિવારે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં વાયુ ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં રહી હતી. સફર ઇન્ડીયાના અનુસાર શનિવારે દિલ્હીના ધીરપુરમાં પીએમ 10નું લેવલ 392 અને પીએમ 2.5નું લેવલ 455ના સ્તર પર પહોંચી ગયું. તો બીજી તરફ દિલ્હી યૂનિવર્સિટીમાં પીએમ 2.5નું લેવલ જ્યારે પીએમ 10નું લેવલ 397 રહ્યું હતું. 

આઇઆઇટીમાં પીએમ 2.5નું લેવલ 439 અને પીએમ 10નું લેવલ 413 રહ્યું હતું. દિલ્હી એરપોર્ટ પર પીએમ 2.5નું સ્તર 448 અને પીએમ 10નું સ્તર 429 રહ્યું હતું. 

નોઇડા (Noida) માં પણ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અહીં પીએમ 2.5નું લેવલ 535 અને પીએમ 10નું લેવલ 555 પોઇન્ટ ગયું છે. તમને જણાવી દઇએ કે શુક્રવારે ઇપીસીએ દિલ્હીમાં 'સાર્વજનિક સ્વાસ્થ્ય ઇમરજન્સી સ્થિતિ' જાહેર કરી દીધી. તો બીજી તરફ સરકારે શુક્રવારે બધી સ્કૂલોને 5 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. 

આ ઉપરાંત દિલ્હી સરકારે ચાર નવેમ્બરથી 15 નવેમ્બર સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં વાહનોની ઓડ-ઇવન યોજના લાગૂ કરવા માટે શુક્રવારે પરિપત્ર જાહેર કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news