Malaika Arora ના પ્રેગનેન્સીના સમાચાર સાંભળી ભડક્યો અર્જુન કપૂર, ગુસ્સામાં કહ્યું કે.......
Malaika Arora Pregnancy: મલાઇકા અરોડાને લઈને હાલમાં સમાચાર સામે આવ્યા હતા કે અભિનેત્રી માતા બનવાની છે. તો તેના પર અર્જુન કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Arjun Kapoor Reaction On Malaika Arora Pregnancy: બોલીવુડ અભિનેત્રી મલાઇકા અરોડા અને એક્ટર અર્જુન કપૂર એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે. હાલમાં એક એવા સમાચાર સામે આવ્યા કે જેને વાંચીને લોકો ચોંકી ગયા. સમાચાર આવ્યા કે અભિનેત્રી પ્રેગનેન્ટ છે. આ વાત સાંભળીને તમને પણ ઝટકો લાગ્યોને? પરંતુ આ સમાચાર સામે આવ્યાના થોડા સમય બાદ અર્જુન કપૂરનું રિએક્શન પણ સામે આવ્યું છે. અર્જુને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.....
હકીકતમાં હાલમાં એક ન્યૂઝ પોર્ટલ પર સમાચાર આવ્યા જેમાં જણાવવામાં આવ્યું કે મલાઇકા અરોડા પ્રેગનેન્ટ છે. તે અર્જુન કપૂરના પ્રથમ બાળકની માતા બનવાની છે. આ સમાચારમાં તે પણ કહેવામાં આવ્યું કે ઓક્ટોબરમાં અર્જુન અને મલાઇકા લંડન ગયા હતા તો તે સમયે મલાઇકાએ પોતાના નજીકના લોકો સાથે પ્રેગનેન્સીના સમાચાર શેર કર્યાં હતા.
પ્રેગનેન્સીના સમાચાર પર ભડક્યો અર્જુન કપૂર
પ્રેગનેન્સીના સમાચાર સામે આવ્યા બાદ મલાઇકા અરોડા અને અર્જુન કપૂર બંને ચર્ચામાં આવી ગયા ગતા. આ વચ્ચે અર્જુન કપૂરે પોતાની ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પર એક પોસ્ટ શેર કરતા આ સમાચારને બકવાસ ગણાવ્યા છે, સાથે તે ગુસ્સામાં પણ જોવા મળી રહ્યો છે.
ન્યૂઝ પોર્ટલ પર ગુસ્સો જાહેર કરતા અર્જુન કપૂરે કહ્યુ કે, આ ખુબ નીચે પડેલી વસ્તુ છે. આ પ્રકારના સમાચાર સતત લખવામાં આવી રહ્યાં છે, અમે તેને નજરઅંદાજ કરીએ છીએ, પરંતુ આ મીડિયામાં ફેલાઈ જાય છે અને સત્યનો ભાગ બની જાય છે. અર્જુને તેને અસંવેદનશીલ ગણાવ્યું અને કહ્યું- અમારી પર્સનલ લાઇફની સાથે રમવાની હિંમત ન કરે.
આ પણ વાંચોઃ જ્યોર્જિયાએ કહ્યું અરબાઝ સાથે લગ્નનો કોઈ વિચાર નથી, કહ્યું મલાઈકા તો બહુ સારી કહેવાય
નોંધનીય છે કે અર્જુન કપૂર અને મલાઇકા છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને પોતાની રિલેશનશિપને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અર્જુનને ડેટ કરતા પહેલા મલાઇકા બોલીવુડ અભિનેતા અરબાઝ ખાનની સાથે લગ્ન કરી સંબંધમાં હતી, પરંતુ 2017માં બંનેના છુટાછેડા થઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
More Stories