અર્જુન અને ગર્લફ્રેન્ડના ઘરે સંતાનનું આગમન, ત્રીજી વાર બન્યો પિતા
ગેબ્રિએલા બુધવારે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. અર્જુન અને ગેબ્રિએલાના પેરેન્ટ્સ હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા
Trending Photos
મુંબઈ : અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડિમેટ્રિએડ્સના ઘરે સંતાનમાં પુત્રનો જન્મ થયો છેચ. આજે ગેબ્રિએલાએ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ગેબ્રિએલાએ સિઝેરિયન દ્વારા દીકરાને જન્મ આપ્યો છે. ગેબ્રિએલા બુધવારે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. અર્જુન અને ગેબ્રિએલાના પેરેન્ટ્સ હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. દીકરીની ડિલિવરી માટે ગેબ્રિએલાના પેરેન્ટ્સ સાઉથ આફ્રિકાથી મુંબઈ આવ્યા હતા.
Congratulations @rampalarjun on the arrival of your bundle of joy! God bless! ❤️ pic.twitter.com/vWsPGMfLGY
— Nidhi Dutta (@RealNidhiDutta) July 18, 2019
અર્જુન અને ગેબ્રિએલાના પેરેન્ટ્સ બનવાના ‘ગુડ ન્યૂઝ’ જે.પી. દત્તાની દીકરી નિધિ દત્તાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા. ટ્વિટર પર તસવીર શેર કરીને નિધિ દત્તાએ લખ્યું, “અભિનંદન અર્જુન રામપાલ. ગોડ બ્લેસ.”
આ વર્ષની શરૂઆતમાં અર્જુન અને ગેબ્રિએલાએ રિલેશનશીપ જાહેરમાં સ્વીકારી હતી. ત્યારથી જ બંને અવારનવાર સાથે જોવા મળે છે. અર્જુન અને તેની પત્ની મહેર જેસિયા 2018માં છૂટા પડ્યા હતા. મહેર અને અર્જુને 1998માં લગ્ન કર્યા હતા. અર્જુન અને મહેરની બે દીકરીઓ છે. હવે ગેબ્રિએલાએ દીકરાને જન્મ આપતાં અર્જુન ત્રીજીવાર પિતા બન્યો. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં અર્જુન રામપાલે જણાવ્યું હતું કે, મારી દીકરીઓએ ગેબ્રિએલાને કોઈપણ પ્રશ્નો પૂછ્યા વિના સ્વીકારી લીધી છે. મારા માટે ખૂબ જ મહત્વનું હતું કે મારી દીકરીઓ ગેબ્રિએલાને પરિવારના સભ્ય તરીકે સ્વીકારે. મને ખુશી છે કે તેમણે ગેબ્રિએલાને સ્વીકારી લીધી છે.
અર્જુનને તેની પત્ની મેહરથી બે દિકરીઓ માઇરા અને મિહિકા છે. અર્જુન અને મેહરે વીસ વર્ષના લગ્નજીવન પછી અલગ થવાની જાહેરાત કરી હતી પણ તેમના હજી સત્તાવાર ડિવોર્સ નથી થયા અને અર્જુન ગર્લફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહેતો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં મોટો વળાંક છે કે અર્જુને તેની ગર્લફ્રેન્ડની પ્રેગનન્સીને છ મહિના સુધી સિક્રેટ રાખી હતી. આ વાતથી અર્જુનના નજીકના લોકો પણ માહિતગાર નહોતા. અર્જુનની પત્ની મહેરને તો આ વાતનો અણસાર પણ નહોતો. મહેરને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે આ સમાચારને બહુ હકારાત્મક રીતે લીધા હતા. મહેરે સ્પષ્ટતા કરી છે કે તેને આ સમાચારથી કોઈ ફરક નથી પડતો અને તે માત્ર પોતાની દીકરીઓને સારો ઉછેર આપવા ઇચ્છે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે