ચાઇનીઝ પ્રોડક્ટનાં બોયકોટમાં 'રૈંચો'ની સાથે આવ્યા બોલિવિડ સેલેબ્રિટી, આપ્યું સમર્થન
Trending Photos
નવી દિલ્હી : લદ્દાખમાં ભારત અને ચીનની સીમા તણાવ વચ્ચે #BoycottChineseProducts ટ્રેન્ડ કરવા લાગ્યું છે. જાણીતા શિક્ષા સુધારક સોનમ વાંગચુક (Sonam Wangchuk) કે જેના પાત્રને આમિર ખાનની (Aamir Khan) 3 ઇડિયટ્સમાં રૈંચોનાં નામનું પાત્ર નિભાવ્યું હતું, તેમમે દેશમાં નાગરિકો સાથે ચીની ઉત્પાદનનાં ઉપયોગને અટકાવવા માટે આગ્રહ કર્યો છે. સોનમ વાંગચુક ટ્વીટર પર આ હેશટેગ ચલાવીને લોકોને ચાઇનીઝ પ્રોડક્ટને બોયકોટ કરવાની વાત કરી હતી. હવે આ આંદોલમાં બોલિવુડ સેલિબ્રિટી અરશદ વારસી(Arshad Warsi) અને સુપ રમોડલ મિલિંદ સોમણે (Milind Soman) પણ પોતાનું સમર્થન આપ્યું છે. અરશદ વારસીએ ચીની સામાનના ઉપયોગ કરવાનું બંધ કરી દીધું, બીજી તરફ મિલિંગ સોમણે ટિકટોક છોડી દીધું હતું.
આ અંગે વાત કરતા અરશદ વારસીએ (Arshad Warsi) ટ્વીટ કર્યું કે, હું જાણી બુઝીને જે કાંઇ પણ ચીની છે તેનો ઉપયોગ બધ કરવા જઇ રહ્યો છું. જેવું કે અમારા દ્વારા ઉપયોગમાં લેવાતી મોટા ભાગની વસ્તુઓનો હિસ્સો છે, તેમાં સમય લાગશે. પરંતુ એક દિવસ હું ચીની વસ્તુઓથી મુક્ત થઇ જશે. તમારે પણ તેનો ઉપયોગ કરવો જોઇએ. મહામારીના કારણે લદ્દાખમાં ભારત અને ચીનની સીમા પર તણાવને જોતા અરશદ વારસીએ આ નિર્ણય લીધો છે.
I am consciously going to stop using everything that is Chinese. As they are a part of most of the things we use, it will take time but I know, one day I’ll be Chinese free. You should try it too ...
— Arshad Warsi (@ArshadWarsi) May 30, 2020
સુપર મોડલ મિલિંદ સોમણે (Milind Soman) સોનમ વાંગચુકનો એક વીડિયો શેર કરીને ટ્વીટ કર્યું. હવે ટિકટોક પર નહી હું #BoycottChineseProducts ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની સોનમ વાંગચુક દ્વારા ચાલુ કરવામાં આવેલી પહેલ પ્રત્યે પોતાનાં સમર્થન આપતા મિલિંદ સોમણે શેર કર્યું કે, તેઓ હવે ચીન આધારિત એપ ટિકટોક પર નથી. ટ્વિટર પર સોનમ વાંગચુકનાં (Sonam Wangchuk) બોયકોટ ચાઇનીઝ પ્રોડક્ટ આંદોલન (Boycott Chinese Products)ની ખુબ જ ચર્ચા થઇ રહી છે. લોકો તેના પર કોમેન્ટ અને રિટ્વિટ કરી રહ્યા છે. આ અભિયાનમાં તેમની સાતે પ્રખ્યાત હસ્તીઓ પણ જોડાયેલા રહ્યા છે. વાંગચુકે આ વીડિયોમાં કહ્યું કે, ચીનને જવાબ બુલેટ પાવરની સાથે વોલેટ પાવર દ્વારા પણ સાથ આપવો પડશે. તેની શરૂઆત તમે ચાઇનીઝ એપને પોતાનાં ફોનથી ડીલીટ કરી શકો છો.
Am no longer on tiktok. #BoycottChineseProducts pic.twitter.com/QEqCGza9j7
— Milind Usha Soman (@milindrunning) May 29, 2020
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે