Ayushmann Khurrana Father Dies: આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન

Ayushmann Khurrana father news: પી ખુરાનાના આજે સાંજે 5.30 વાગ્યે મણિમાજરા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પી ખુરાનાની ખરાબ તબિયતને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ આજે સવારે તેની તબિયત વધુ ખરાબ થતાં તેમને બચાવી શકાયા નહી. 

Ayushmann Khurrana Father Dies: આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન

Ayushmann Khurrana news: બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન થયું છે. જાણીતા જ્યોતિષ પી ખુરાનાએ શુક્રવારે અંતિમ શ્વાસ લીધા. તેઓ ચંડીગઢમાં હતા.

પી ખુરાનાના આજે સાંજે 5.30 વાગ્યે મણિમાજરા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પી ખુરાનાની ખરાબ તબિયતને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ આજે સવારે તેની તબિયત વધુ ખરાબ થતાં તેમને બચાવી શકાયા નહી. 

આયુષ્માન ખુરાનાના પિતા એવા સમયે તેમને છોડીને ગયા જ્યારે તેમને પંજાબ યૂનિવર્સિટીમાં ઉપ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવાના હતા. ખાસ વાત એ છે કે આયુષ્માન ખુરાના તેના પિતાની ખૂબ નજીક હતા. પિતાના કહેવાથી જ તેમણે પોતાના નામનો સ્પેલિંગ બદલ્યો હતો. તેના પિતાએ તેમને કહ્યું હતું કે તેના નામનો સ્પેલિંગ બદલવાથી તેમની કારકિર્દીને ફાયદો થશે.

પંડિત પી ખુરાના જ્યોતિષના ક્ષેત્રમાં ખૂબ પ્રખ્યાત હતા. તેમણે જ્યોતિષ સાથે સંબંધિત ઘણા પુસ્તકો પણ લખ્યા છે. જ્યોતિષના ક્ષેત્રમાં તેમના જ્ઞાનને કારણે તેમને ઘણું માન-સન્માન મળતું હતું. તેmણે પોતાનો વારસો બે વર્ષ પહેલા શિલ્પા ધરને આપ્યો હતો. તેમણે કહ્યું કે શિલ્પાએ તેના દ્વારા લેવામાં આવેલી તમામ પરીક્ષાઓ પાસ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news