પહેલા દિવસે જ Bigg Boss 12ના ઘરમાં થયુ ટ્વિસ્ટ, ઘરથી બહાર થયા આ બે સદસ્ય

પ્રખ્યાત ભારતીય રિયાલીટી ટીવી શો ‘Bigg Boss 12’ શરૂ થઇ ગયો છે. આ શોને ફરી એકવાર બોલીવુડના સૂપરસ્ટાર સલમાન ખાન હોસ્ટ કરી રહ્યાં છે.

પહેલા દિવસે જ Bigg Boss 12ના ઘરમાં થયુ ટ્વિસ્ટ, ઘરથી બહાર થયા આ બે સદસ્ય

નવી દિલ્હી: પ્રખ્યાત ભારતીય રિયાલીટી ટીવી શો ‘Bigg Boss 12’ શરૂ થઇ ગયો છે. આ શોને ફરી એકવાર બોલીવુડના સૂપરસ્ટાર સલમાન ખાન હોસ્ટ કરી રહ્યાં છે. જેમણે પોતાનો સ્પેશિયલ ડાન્સની સાથે આ શોની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે શોમાં ભાગલેનાર દરેક કંટેસ્ટેંટ્સ વિશે દર્શકોને માહિતી આપી હતી. જેમ કે શોના મેકર્સ દ્વારા પહેલાથી જ જણાવી દેવામાં આવ્યું હતું કે આ શોની થીમ ‘વિચિત્ર જોડી’ હશે, માટે Bigg Boss 12ના ઘરમાં હાલ 6 વિચિત્ર જોડીઓની એન્ટ્રી થઇ ગઇ છે. આ સાથે 6 સિંગલ સેલિબ્રિટી કંટેસ્ટેંટ્સની પણ એન્ટ્રી કરવામાં આવી છે.

Bigg Bossના મેકર્સે આ વખત શોમાં વધારે રસ દાખવ્યા અને ઘણા ફેરફારો અને ટ્વિસ્ટ લઇને આવ્યા છે. આ ટ્વિટ્સના અંર્તગત Bigg Bossના ઇતિહાસમાં પ્રથમ વખત પહેલા દિવસે Bigg Bossના ઘરમાંથી બે સદસ્યોને બેઘર કરવામાં આવ્યા છે.

A post shared by Colors TV (@colorstv) on

આ વખતે મેકર્સે ચાર કંટેસ્ટેટ્સને Bigg Bossના મુખ્ય ઘરમાં મોકલતા પહેલા તેમને એક આઉટ હાઉસમાં રાખવામાં આવ્યા છે. Bigg Bossના આઉટહાઉસમાં સુરભિ રાણા, કીર્તિ વર્મા, રોશમી બનિક અને મિતલ જોશીને મોકલામાં આવ્યા છે. એન્ટ્રી પછી તેમને એક ટાસ્ક આપવામાં આવ્યો છે અને દર્શકો માટે વોટિંગ લાઇન ઓપન કરવામાં આવી છે. દર્શકો દ્વારા આપેલા વોટના આધાર પર કીતિ અને સુરભિની Bigg Bossના મુખ્ય ઘરમાં એન્ટ્રી થઇ હતી અને મિતલ જોશી અને રોશમી બાનિકને ઓછા વોટ મળતા તેમને શોથી બહાર કરવામાં આવ્યા છે.

A post shared by Colors TV (@colorstv) on

તમને જણાવી દઇએ કે વિચિત્ર જોડી અંર્તગત આ વખતે Bigg Bossના ઘરમાં મોકલવામાં આવેલી 6 જોડીઓના નામ શિવશીષ મિશ્રા-સૌરભ પટેલ, અનૂપ જલોટા-જસલીન મથારૂ, રોમિલ ચૌધરી-નિર્મલ સિંહ, સભા ખાન-સોમી ખાન, સુરભિ રાણા-કીર્તિ વર્મા અને દીપક ઠાકુર-ઉર્વશી વાણી છે. ત્યારે સિંગલ સેલિબ્રિટીમાં દીપિકા કક્કડ ઇબ્રાહિમ, કરણવીર બોહરા, સૃષ્ટિ રોડે, નેડા પંડસે અને શ્રીસંતની એન્ટ્રી થઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news