એક સમયે ટોપ અભિનેત્રીઓમાં હતી ગણતરી, હવે તો એટલી બદલાઈ ગઈ...ઓળખી પણ નહીં શકો!

એક સમયે ટોપ અભિનેત્રીઓમાં હતી ગણતરી, હવે તો એટલી બદલાઈ ગઈ...ઓળખી પણ નહીં શકો!

વર્ષ 2003માં આવેલી ફિલ્મ હંગામા એક એવી કોમેડી ફિલ્મ હતી જેને આજે પણ જો ટીવી પર જોવા મળવાની તક મળે તો કોઈ  છોડે નહીં. આ ફિલ્મને પ્રિયદર્શને ડિરેક્ટ કરી હતી. ફિલ્મ તે સમયે સફળ પણ નીવડી હતી. ફિલ્મમાં પરેશ રાવલ રીમી સેન, અક્ષય ખન્ના, આફતાબ શિવદાસાની, રાજપાલ યાદવ અને ટિકુ તલસાણિયાની મુખ્ય ભૂમિકા હતી. દર્શકોને આ ફિલ્મ ખુબ પસંદ પડી હતી. ફિલ્મમાં કામ કરનારા મોટાભાગ કલાકારો તો ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે પરંતુ અભિનેત્રી રીમી સેને અભિનયને જાણે અલવિદા કરી દીધુ છે. 

42 વર્ષની અભિનેત્રી રીમી સેન એક સમયે ટોપની અભિનેત્રીઓમાં ગણાતી હતી. કારણ કે તેની હંગામા, ફીર  હેરાફેરી, ગોલમાલ, બાગબાન જેવી ફિલ્મો હીટ થઈ હતી. કોમેડી ફિલ્મોમાં રીમી બધાને ખુબ પસંદ પડી હતી. જેના કારણે તેની લોકપ્રિયતા પણ વધી ગઈ. ત્યારબાદ તે બેક ટુ બેક જો કે ફ્લોપ ફિલ્મોમાં પણ જોવા મળી. ત્યારબાદ રીમીએ અભિનયની દુનિયાથી અંતર જાળવી લીધુ. એક સમયે તેણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તે પોતાના કામ સાથે ખુશ નથી અને જ્યારે તેણે  કામની શરૂઆત કરી હતી તો તે એક્ટિંગને ફક્ત એક જોબ તરીકે ગણતી હતી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rimi Sen (@subhamitra03)

રીમી છેલ્લે વર્ષ 2011માં જોવા મળી હતી. ત્યારબાદ હવે તો 13 વર્ષ વીતી ગયા પણ તે કોઈ પ્રોજેક્ટમાં જોવા મળી નથી. જો કે સોશિયલ મીડિયા પર તે સતત પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. જેને જોઈને તેને ઓળખવાનું પણ મુશ્કેલ બને. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news