₹76 થી તૂટી ₹1 પર આવી ગયો આ શેર, વધી રહ્યું છે કંપની પર સંકટ, ઈન્વેસ્ટરો કંગાળ

ફ્યુચર કન્ઝ્યુમર લિમિટેડ (FCL) એ કંપની દ્વારા CDC ઇમર્જિંગ માર્કેટ્સને જારી કરાયેલા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) પરના વ્યાજ અને મુદ્દલ તરીકે રૂ. 132.97 કરોડની ચુકવણી કરવામાં ચૂકી ગઈ છે.

₹76 થી તૂટી  ₹1 પર આવી ગયો આ શેર, વધી રહ્યું છે કંપની પર સંકટ, ઈન્વેસ્ટરો કંગાળ

Future Consumer share: ફ્યુચર કન્ઝ્યુમર લિમિટેડ (FCL) એ કંપની દ્વારા CDC ઇમર્જિંગ માર્કેટ્સને જારી કરાયેલા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) પરના વ્યાજ અને મુદ્દલ તરીકે રૂ. 132.97 કરોડની ચુકવણી કરવામાં ચૂકી ગઈ છે. દેવામાં ડૂબેલી ફ્યુચર ગ્રુપના એકમે શુક્રવારે શેર બજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે એફસીએલે 23.97 કરોડ રૂપિયાની વ્યાજની રકમ અને 100 કરોડ રૂપિયાની મૂળ રકમની ચુકવણીમાં ચૂક કરી હતી. નોંધનીય છે કે ફ્યુચર કન્ઝ્યુમર લિમિટેડના શેર આજે સોમવારે 2 ટકા ઘટી 1.02 રૂપિયા પર બંધ થયા છે. કંપનીના શેરમાં લાંબા સમયગાળામાં અત્યારસુધી 99 ટકાનો ઘટાડો થઈ ગયો છે. 

કંપનીએ શું કહ્યું?
કંપનીએ કહ્યું- તે સીડીસી ઇમર્જિંગ માર્કેટ્સ લિમિટેડને કંપની દ્વારા જારી અનલિસ્ટેડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ પર ચૂકવવાપાત્ર મુદ્દલ અને વ્યાજની ચુકવણી કરવાના પોતાની જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળ રહી છે. આ ચૂક 15 ફેબ્રુઆરી, 2024ના થઈ. ફ્યુચર કન્ઝ્યુમરે મૂળ રકમ અને વ્યાજની ચુકવણી માટે સમય માંગ્યો છે. તેમાં દર વર્ષે 11.07 ટકાના કૂપન દરની સાથે સાત વર્ષના સમયગાળા માટે 200 કરોડ રૂપિયાની એનસીડી હતી. તે ફાળવણીની તારીખ 15 ફેબ્રુઆરી, 2018થી લાગૂ હતી. એફસીએલ, કિશોર બિયાણીની આગેવાનીવાળા ફ્યુચર ગ્રુપનો ભાગ છે.

કંપનીના શેરની સ્થિતિ
ફ્યુચર કન્ઝ્યુમરના શેર સોમવારે 1.02 રૂપિયા પર બંધ થયા છે. આ વર્ષે શેરમાં અત્યાર સુધી 18 ટકાનો વધારો થયો છે. તો છેલ્લા છ મહિનામાં આ સ્ટોકમાં 27 ટકાની તેજી આવી છે. પરંતુ લાંબા ગાળામાં શેર 99 ટકા તૂટી ગયો છે. 22 ડિસેમ્બર 2017ના આ શેરની કિંમત 76.20 રૂપિયા હતી. તેનું માર્કેટ કેપ 203.70 કરોડ રૂપિયા આવી ગયું છે. 

(ડિસ્ક્લેમરઃ આ રોકાણની સલાહ નથી. માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. શેર બજારમાં જોખમ હોય છે એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news