દાયકાઓથી હોળી પર રંગોત્સવની રમઝટમાં રંગત જમાવે છે આ ફિલ્મી ગીતો, હમણાં જ ડાઉનલોડ કરો

Holi Songs: જો તમે પણ હોળીની ઉજવણી કરવા ઈચ્છો છો તો એક વાત તમારે પહેલાથી ધ્યાન રાખવાની જરૂર છે તે છે હોળીના જશ્ન માટે ગીતોનું પ્લેલિસ્ટ. 'રંગ બરસે'થી લઈ બલમ પિચકારી સુધીના ગીતો તમારી હોળીની ઉજવણીને વધુ શાનદાર બનાવશે...

દાયકાઓથી હોળી પર રંગોત્સવની રમઝટમાં રંગત જમાવે છે આ ફિલ્મી ગીતો, હમણાં જ ડાઉનલોડ કરો

Happy Holi: હોળીનો તહેવાર અને હિન્દી સિનેમાના ખુબ જુનો સંબંધ છે. એક સમય હતો જ્યારે દર અઠમી કે દસમી ફિલ્મમાં તમને હોળીનો સીન તો અચુક જોવા મળતો હતો. કોઈકને કોઈક ગીત હોય કોઈ હોળીનો સીન હોય...આમ આ તહેવારને ફિલ્મોમાં પણ ખુબ સ્થાન મળ્યું છે. બલકે એમ કહો કે આ તહેવારને લીધે ફિલ્મો હિટ થઈ છે તો પણ ખોટું નથી. ત્યારે એમાંય સૌથી વધારે યાદગાર રહ્યાં છે હોળી પર ફિલ્માવાયેલાં ગીતો. જે આજે પણ સદાબહાર છે. હોળી ના પર્વ પર આજે પણ તમને વર્ષો બાદ પણ એ ગીતો યાદ આવે છે. 

ભારતભરમાં હોળી-ધૂળેટીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી હોળીના તહેવારને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે અને જે ઉત્સાહ અને ઉમંગથી હોળી-ધૂળેટીનો પર્વ મનાવવામાં આવતો હોય છે તે મનાવી શકાયો નથી. હોળી પર્વ મનાવી કદાચ ન શકાય પરંતું ઘરમાં તમે હોળીના ઓલટાઈમ સુપરહિટ ગીતો તો સાંભળી શકો છો. બોલિવુડનું અને હોળી પર્વનું ખાસ કનેકશન રહ્યુ છે. હિન્દી ફિલ્મોમાં હોળીની ઉજવણી દર્શાવવાનો ફોર્મ્યુલા કાયમ હિટ રહ્યો છે. 5 દાયકા કરતા પહેલાથી ફિલ્મોમાં ધૂળેટી પર્વ પરના ગીતો બન્યા છે જે સિલસિલો આજે પણ યથાવત છે. બોલિવુડની ફિલ્મોના આ ગીતો તમારી ધૂળેટીની ઉજવણીને શાનદાર બનાવી દે છે.

1. હોલી ખેલે રઘુવીરા:
અહીં ફરી અમિતાભ બચ્ચને બાજી મરી છે. રંગ બરસે બાદ 'હોલી ખેલે રઘુવીરા' ગીત પણ ખૂબ જ હિટ નીવડ્યું. વર્ષ 2003માં બાગબાન ફિલ્મ રિલીઝ થઈ હતી. અમિતાભ બચ્ચન અને હેમા માલિની પર ફિલ્માવવામાં આવેલું ગીત આજે પણ ધૂળેટીના પર્વની પાર્ટીમાં અને કલબમાં લોકોને જલસો કરાવી દે છે. આ ગીતમાં પણ અમિતાભ બચ્ચનના જોશીલા અવાજની છાંટ છે. ગીતને ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને સુખવિન્દર સિંહે ગાયુ છે.

2. રંગ બરસે:
ધૂળેટી પર્વની ઉજવણી ભલે શેરી-મહોલ્લમાં ચાલતી હોય કે પાર્ટી-પ્લોટ કલબમાં હોય 'રંગ બરસે' ગીત ન વાગે તેવું બને નહીં. વર્ષ 1981માં આવેલી સિલસિલા ફિલ્મનું આ ગીત આજે નવી પેઢીમાં પણ તેટલું જ લોકપ્રિય છે. આ ગીતને અમિતાભ બચ્ચને શાનદાર અંદાજથી ગાયુ હતું. અમિતાભ બચ્ચન, રેખા અને સંજીવકુમાર પર આ ગીત ફિલ્માવવામાં આવ્યુ હતું. ગીતમાં અમિતાભ બચ્ચન અને રેખા ગીતમાં ધૂળેટીના રંગમાં રંગાઈ જાય છે તો સંજીવકુમાર ઢોલક વગાડી મસ્તીનો માહોલ બાંધે છે.

3. હોલી કે દિન:
અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને હેમામાલિનીની એવરગ્રીન ફિલ્મ 'શોલે' ને કેવી રીતે ભૂલી શકાય, ફિલ્મમાં ગબ્બરસિંહનો ડાયલોગ 'હોલી કબ હૈ' તો આજે પણ યાદ કરાય છે પરંતું ફિલ્મમાં ધૂળેટી પર ફિલ્માવવામાં આવેલુ ગીત 'હોલી કે દિન દિલ મિલ જાતે હૈ' ગીત પણ એવરગ્રીન રહ્યુ છે. કિશોર કુમાર અને લતા મંગેશકરેના અવાજમાં આ ગીત આજે પણ તેટલું જ લોકપ્રિય છે. 

4. ખેલેંગે હમ હોલી:
હોળી પર્વ પર યાદ કરાતું આ ગીત હિન્દી ફિલ્મોના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના પર ફિલ્માવવામાં આવ્યુ છે. કટી પતંગ ફિલ્મનું ગીત દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું. ફિલ્મ વર્ષ 1971માં રિલીઝ થઈ હતી. મસ્તીભરેલા આ ગીતને મહાન ગાયક કિશોરકુમાર અને લતા મંગેશકરે અવાજ આપ્યો છે.

5. અંગ સે અંગ લગાના:
હોળીના તહેવારની વાત હોય એમાં પ્રેમી યુગલ ધૂળેટીના રંગોમાં તરબોળ થયા હોય ત્યારે આ ગીત પહેલા યાદ આવે. આ ગીત શાહરૂખ ખાન, સની દેઓલ, જૂહી ચાવલા અને અનુપમ ખેર પર ફિલ્માવવામાં આવ્યું છે. વિનોદ રાઠોડ, સુદેશ ભૌસલે અને દેવકી પંડિતે ગીત ગાયુ હતું. વર્ષ 1993માં રિલીઝ થયેલી 'ડર' ફિલ્મનું  આ સુપરહિટ ગીત છે.

6. બલમ પિચકારી:
વર્ષ 2013માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ 'યે જવાની હૈ દિવાની'નું બલમ પિચકારી ગીત ટીનેજર્સ અને યંગસ્ટર્સને ક્રેઝી કર્યા હતા. રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ પર ગીત ફિલ્માવવામાં આવ્યુ હતું. વિશાલ દદલાણી અને શાલમલી ખોલગડેએ સુપરહિટ ગીતને ગાયુ છે.

7. અરે જા રે હટ નટખટ:
બોલિવુડના હોળી પર ફિલ્માવવામાં આવેલા એવરગ્રીન ગીતને યાદ કરીએ તો આ આઈકોનિક ગીતને યાદ કરવું પડે. વર્ષ 1958માં રિલીઝ થયેલી ફિલ્મ નવરંગનું આ ગીત છે. મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેએ આ સદાબહાર ગીતને પોતાનો અવાજ આપ્યો છે. મસ્તીભર્યુ આ ગીત આજે પણ તેટલું જ યાદગાર છે.

8. બદરી કી દુલ્હનિયા:
આલિયા ભટ્ટ અને વરૂણ ધવનની ફિલ્મ 'બદરી કી દુલ્હનિયા'નું ટાઈટલ ટ્રેક પણ દર વર્ષે ધૂળેટીના પાર્ટીમાં અચૂકથી પ્લે થાય છે. ગીતને નેહા કક્કર,મોનાલી ઠાકુર, દેવ નેગી અને ઈક્કા સિંહે ગાયું છે. ગીતમાં વરૂણ ધવનનો ડાન્સ અને આલિયા ભટ્ટની અદા પર દર્શકો ફિદા થઈ ગયા.

9. ગો પાગલ:
અક્ષયકુમાર અને હુમા કુરૈશીની વર્ષ 2013માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગો પાગલ'  ગીતમાં ધૂળેટીની ઉજવણી બતાવવામાં આવી છે.  આ ગીતને રફતાર અને નિંડી કૌરે ગાયુ છે.

10. ડુ મી ફેવર લેટ્સ પ્લે હોલી:
રોમેન્સ અને સિઝલીંગ કેમેસ્ટ્રીની વાત આવે ત્યારે અક્ષયકુમાર અને પ્રિયંકા ચોપડાનું આ ગીત દરેક હોળી પાર્ટીમાં પ્લે થાય છે. વક્ત ફિલ્મનું આ ગીત છે જેમાં અક્ષય અને પ્રિયંકા ચોપરાનો ડાન્સ જોઈ અનેક યુવાહૈયાઓ તેમના ફેન થઈ ગયા હતા. અનુ મલિક અને સુનિધિ ચૌહાણે મસ્તીભર્યા અંદાજમાં આ ગીત ગાયુ હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news