Tiger Disha Breakup: Oh No! તૂટી ગઈ બોલીવુડની વધુ એક જોડી, જાણો કેમ તૂટ્યો ટાઈગર અને દિશાનો પ્રેમસંબંધ
બોલીવુડનું આ બેસ્ટ કપલ પણ હવે અલગ થઈ ગયું. લાખો ચાહકોને પણ આ સમાચાર જાણીને જરૂર ઝટકો લાગશે પણ હકીકત છે. છ વર્ષ જુના પ્રેમસંબંધનો ઘડીવારમાં કઈ રીતે આવી ગયો અંત...જાણો અંદરની વાત...
Trending Photos
મુંબઈઃ બોલીવુડના લો પ્રોફાઈલ છતાં ફેવરિટ કપલમાંથી એક ટાઈગર શ્રોફ અને દિશા પાટની અલગ થઈ ગયા હોવાના અહેવાલો છે. છ વર્ષના સંબંધો તૂટી ગયાના સમાચારથી બંનેના ચાહકો આઘાતમાં છે. બોલીવુડના સૌથી ફિટ કપલમાંથી એક ટાઈગર શ્રોફ અને દિશા પાટનીનું બ્રેકઅપ થઈ ગયું છે. છ વર્ષ સાથે રહ્યા બાદ ટાઈગર અને દિશાએ આ નિર્ણય લીધો છે. આમ તો, ટાઈગર અને દિશાએ ક્યારેય પોતાના સંબંધો સાર્વજનિક નહોતા કર્યા. પરંતુ તેમની કેમિસ્ટ્રી અનોખી હતી.
ટાઈગર અને દિશાની જોડી ચાહકોની માનીતી હતી. અનેકવાર તેમને ઈવેન્ટ્સ, પાર્ટીઝ, ડિનરમાં સાથે જોવામાં આવતા હતા. ટાઈગર અને દિશાની નજીકના સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે હાલ ટાઈગર અને દિશા સિંગલ છે ગયા વર્ષે પણ ટાઈગર અને દિશાના બ્રેકઅપની ખબરો આવી હતી. જો કે બાદમાં બંને સાથે જોવા મળતા તે અફવા સાબિત થઈ હતી. પરંતુ હવે તેમણે પોતાના રસ્તા અલગ કરી લીધા છે.
એક વર્ષ જેટલા સમયથી તેમના સંબંધોમાં ઉતાર-ચડાવ ચાલી રહ્યા હતા. અને હવે તેમણે અલગ થાનો નિર્ણય કરી લીધો છે. જે તેમના ચાહતો માટે આઘાત સમાન છે. રિપોર્ટ્સનું માનીએ તો બંને અલગ થઈ ગયા હોવા છતાં મિત્રતા યથાવત રાખી છે. સોશિયલ મીડિયા પર તેઓ એકબીજાને ફૉલો કરી રહ્યા છે અને એકબીજાની ફિલ્મનું પ્રમોશન પણ કરી રહ્યા છે.
બ્રેકઅપ છતાં આ કલાકારોએ તેમના કામ પર અસર નથી પડવા દીધી. હાલ ટાઈગર પોતાની આગામી ફિલ્મનું લંડનમાં શૂટિંગ કરી રહ્યા છે. ટાઈગરની આગામી ફિલ્મ ગણપત અને બાગી 4 છે. તો દિશા પાટની ફિલ્મ એક વિલન રિટર્ન્સ રિલીઝ થવા જઈ રહી છે. ખેર, અલગ પડવું એ તો ટાઈગર અને દિશાનો અંગત નિર્ણય છે. પરંતુ તેમના ચાહકો ઘણા દુઃખી થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે