Chehre Trailer Out: Amitabh Bachchan ના ખતરનાક ખેલ વચ્ચે જોવા મળ્યો રિયાનો ચહેરો

ફિલ્મ (Chehre) ના ટ્રેલરમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ઇમરાન હાશમી (Emraan hashmi) લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. ટ્રેલરમાં ખતરનાક ખેલ ચાલી રહ્યો છે, જેમાં કોર્ટ રૂમ ડ્રામાને બતાવવામાં આવ્યો છે.

Chehre Trailer Out: Amitabh Bachchan ના ખતરનાક ખેલ વચ્ચે જોવા મળ્યો રિયાનો ચહેરો

નવી દિલ્હી: 'ચહેરે' (Chehre) ના ટ્રેલરની બધા આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. તેનું પણ એક મોટું કારણ હતું, લોકો જાણવા માંગતા હતા કે આખરે રિયા ચક્રવર્તી ફિલ્મનો ભાગ છે કે નહી. આ પહેલાં સામે આવેલા બે પોસ્ટરમાં રિયાના 'ચહેરા'ને સ્થાન મળ્યું ન હતું, પરંતુ હવે ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે અને આ સાથે જ રિયા ચક્રવર્તીના નામે સસ્પેંસ પણ ખતમ થઇ ગયું છે. હવે લોકો બસ ટ્રેલર જોવાની રાહ છે. ટ્રેલર જોતાં જ સ્પષ્ટ થઇ જશે કે રિયા (Rhea Chakraborty) ફિલ્મનો ભાગ છે. 

ફિલ્મમાં ચાલી રહ્યો છે એક ખતરનાક ખેલ
ફિલ્મ (Chehre) ના ટ્રેલરમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ઇમરાન હાશમી (Emraan hashmi) લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. ટ્રેલરમાં ખતરનાક ખેલ ચાલી રહ્યો છે, જેમાં કોર્ટ રૂમ ડ્રામાને બતાવવામાં આવ્યો છે. ટ્રેલરમાં એક વકીલોનું ગ્રુપ જોવા મળી રહ્યું છે, જેનો ભાગ બિગ બી, અન્નૂ કપૂર અને રઘુબીર યાદવ પણ છે. આ બધા મળીને એક કોર્ટ જેવો માહોલ તૈયાર કરે છે, જ્યાં ચૂકાદો સંભળાવવામાં આવે છે. સાથે જ ન્યાય ન મળવાની વાત ટ્રેલરમાં સતત કહેવામાં આવી રહી છે. આ દરમિયાન તેમની સાથે ઇમરાન હાશમી પણ જોડાઇ જાય છે અને તેમને અમિતાભ બચ્ચન પોતાની આ રમતમાં આરોપી બનાવી દે છે.

પછી આવે છે એક નવો વળાંક
જેમ જેમ રાત વીતે છે, આ ખેલ એક ખતરનાક વળાંક લે છે. આ દરમિયાન છુપાયેલુ સત્ય બહાર આવે છે અને વાતો પરથી પડદો ઉઠે છે. ક્રિસ્ટેલ ડીસૂઝા (Krystle D'Souza) ઇમરાનની પ્રેમિકાના પાત્રમાં જોવા મળી રહી છે. સાથે જ આ રમત તેની સાથે જોડાતી જાય છે. એટલું જ નહી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) જે આ ફિલ્મનો મહત્વપૂર્ણ ભાગ છે. તેમની પણ ઝલક ટ્રેલરમાં જોવા મળે છે, જેમાં તે ઇમરાન હાશમી (Emraan Hashmi) સાથે વાત કરતી જોવા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news