શાહિદે મીશાની તસવીર પોસ્ટ કરીને આપ્યાં એવા સમાચાર, ચાહકો હિલોળે ચડ્યા

શાહિદ અને મીરાના ચાહકો પણ સતત પૂછી રહ્યાં હતાં કે જો આ વાત સાચી છે તો તેઓ તેનો કોઈ ખુલાસો કેમ કરતા નથી.

શાહિદે મીશાની તસવીર પોસ્ટ કરીને આપ્યાં એવા સમાચાર, ચાહકો હિલોળે ચડ્યા

મુંબઈ: થોડા દિવસ એવી ચર્ચાઓ હતી કે શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ફરી ગર્ભવતી છે. જો કે તે સમયે તેની અધિકૃત રીતે પુષ્ટિ થઈ નહતી. કારણ કે શાહિદ અને મીરાએ ચૂપ્પી સાધી હતી. શાહિદ અને મીરાના ચાહકો પણ સતત પૂછી રહ્યાં હતાં કે જો આ વાત સાચી છે તો તેઓ તેનો કોઈ ખુલાસો કેમ કરતા નથી.

હવે આ મામલે શાહિદ કપૂરે ચૂપ્પી તોડી છે. સોશિયલ મીડિયા પર કરાયેલી શાહિદની એક પોસ્ટથી મીરા ગર્ભવતી હોવાના અહેવાલ પર મહોર લાગી હોય તેવું લાગે છે. વાત જાણે એમ છે કે શાહિદે પુત્રી મીશાની એક તસવીર શેર કરી છે જેમાં લખ્યું છે કે 'બિગ સિસ્ટર' હવે તેનો અર્થ સ્પષ્ટ છે કે શાહિદ કપૂર પોતાની આ પોસ્ટ દ્વારા ફેન્સને શું જાણકારી આપવા માંગતો હતો.

અત્રે જણાવવાનું કે વર્ષ 2017માં મીરા રાજપૂતે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તે જીવનમાં જરૂર કોઈ કામ કરવા માંગે છે પરંતુ તે પહેલા ફરીથી એકવાર માતા બનવાનું સુખ ભોગવવા માંગે છે. મીરાએ જણાવ્યું હતું કે હું જરૂર કઈંક કામ કરવા ઈચ્છીશ. ખાસ કરીને મને જ્યાં કોઈ ક્રિએટીવ કામ કરવાની તક મળે. સાથે સાથે હું મારા પરિવારને પણ ખુબ સમય આપવા માંગુ છું.

 

❤️

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

શાહિદ કપૂરે ફેબ્રુઆરી વર્ષ 2017માં પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન વાત વાતમાં ઈશારો કર્યો હતો કે તે જલદી બીજા બાળકનું સ્વાગત કરી શકે છે. શાહિદે નિવેદન આપ્યુ હતું કે મીરા હાલ માત્ર 22 વર્ષની છે. અમે જલદી બીજા બાળકનું સ્વાગત કરવા ઈચ્છીશું. તે એક સીમિત ઉંમરમાં માતાની જવાબદારીઓ પૂરી કરવા માંગે છે અને ત્યારબાદ પોતાના જીવનને પોતાની રીતે જીવવા માંગે છે.

શાહિદે કહ્યું હતું કે મીરાના પણ કેટલાક સપના છે અને તે તેને પાંખ આપવા માંગે છે. મીરા રાજપૂત અને શાહિદ કપૂરને આ શુભ સમાચાર બદલ ખુબ ખુબ શુભકામનાઓ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news