close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Dabangg 3: સ્વાગત નહીં કરોગે હમારા... ચુલબુલ પાંડેનો અંદાજ, સલમાને શેયર કર્યું દબંગ 3 નું મોશન પોસ્ટર

Dabangg 3: દબંગ 3 ફિલ્મના ચુલબુલ પાંડેનો નવો અંદાજ સામે આવ્યો છે. સલમાન ખાને ફિલ્મનું મોશન પોસ્ટર કર્યું છે. જેમાં સ્વાગત નહીં કરોગે હમારા... ડાયલોગ સાથે ચુલબુલ પાંડેનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. 

Updated: Sep 11, 2019, 01:27 PM IST
Dabangg 3: સ્વાગત નહીં કરોગે હમારા... ચુલબુલ પાંડેનો અંદાજ, સલમાને શેયર કર્યું દબંગ 3 નું મોશન પોસ્ટર

નવી દિલ્હી: સલમાન ખાન (Salman Khan) ફરી એકવાર મોટા પરદે ચુલબુલ (Chulbul Pandey) એટલે કે દેશી રોબિનહુડના અંદાજમાં આવી રહ્યો છે. સલમાન ખાને પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ 3 (Dabangg 3) નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. આ મોશન પોસ્ટર એટલા માટે પણ ખાસ છે કે આ ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફારની વાત સામે આવી હતી. ખબર છે કે સલમાનની ફિલ્મ કિક 2 (Kick 2) પાછળ જતાં હવે સલમાન ખાન દબંગ 3 આગામી વર્ષે ઇદ પર રિલીઝ કરશે. પરંતુ સલમાને આ મોશન પોસ્ટરમાં આ તમામ અટકળોને અટકાવી દીધી છે. 

નવા મોશન પોસ્ટરમાં ફરી એકવાર સલમાન ખાને આ ફિલ્મની રિલીઝ અંગે ખુલાસો કર્યો છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે આ વર્ષે જ રિલીઝ થવા જઇ રહી છે. મોશન પોસ્ટરમાં સલમાન ફરી એકવાર એ જ દબંગ અંદાજમાં આવી રહ્યો છે. 

દબંગ 3નું નિર્દેશન પ્રભુદેવાએ કર્યું છે અને એને સલમાન ખાન અને અરબાઝ ખાન પ્રોડક્શન હાઉસ પ્રોડ્યૂઝ કરી રહી છે. આ ફિલ્મ 2012માં આવેલી દબંગની સિક્વલ છે. સલમાને એ પણ જાહેરાત કરી છે કે આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે.