સ્ટેજ પર પત્નીની સાડીનો લાંબો પલ્લુ સંભાળતો જોવા મળ્યો રણવીર, જુઓ VIDEO

જ્યાં સામાન્ય રીતે ભારતના વરરાજાઓ પોતાની વધુને જાહેરમાં જોતા પણ ખચકાતા હોય છે ત્યાં રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણના રિસેપ્શનમાં કઈંક એવું પણ થયું કે જોનારા સ્તબ્ધ થઈ ગયાં

સ્ટેજ પર પત્નીની સાડીનો લાંબો પલ્લુ સંભાળતો જોવા મળ્યો રણવીર, જુઓ VIDEO

નવી દિલ્હી: જ્યાં સામાન્ય રીતે ભારતના વરરાજાઓ પોતાની વધુને જાહેરમાં જોતા પણ ખચકાતા હોય છે ત્યાં રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણના રિસેપ્શનમાં કઈંક એવું પણ થયું કે જોનારા સ્તબ્ધ થઈ ગયાં. બંનેના લગ્નની તસવીરોએ ચાહકોને ખુબ રાહ જોવડાવી. ગઈ કાલે બેંગ્લુરુમાં રણવીર અને દીપિકાનું રિસેપ્શન યોજાઈ ગયું. મોડી રાત સુધી આવેલી તસવીરો અને વીડિયોએ ઈન્ટરનેટ પર ખુબ ધૂમ મચાવી દીધી. એક વીડિયો જોકે ખુબ વાઈરલ થઈ રહ્યો છે અને તે છે રણવીર દીપિકાની સાડીના લાંબા પલ્લુને સંભાળી રહ્યો છે. 

શું છે ખાસ
રિસેપ્શનના અનેક વીડિયો સામે આવ્યાં છે જેમાં રણવીર દુલ્હન દીપિકાને પાગલ દીવાનાની જેમ ઘૂરી રહ્યો છે. પરંતુ એક વીડિયો એવો પણ આવ્યો કે જેમાં કેમેરાની પરવા કર્યા વગર તેણે પોતાની દુલ્હનની સાડીનો પલ્લુ ઠીક કર્યો. તે સમયે જાણે એવું લાગ્યું કે રણવીર ભૂલી જ ગયો કે તે બોલિવૂડનો એક ઝળહળતો સિતારો છે. તેનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. 

A post shared by ᴅᴇᴇᴘᴠᴇᴇʀᴡᴀʟᴇ 🤵🏻👰🏻 (@deepveer.video) on

દીપિકા અને રણવીરના લગ્નનું રિસેપ્શન બેંગ્લુરુની હોટલ ધ લીલા પેલેસમાં ગઈ કાલે યોજાઈ ગયું. બીજુ રિસેપ્શન મુંબઈમાં પહેલી ડિસેમ્બરે યોજાવવાનું છે. મુંબઈમાં ગ્રાન્ડ હયાત હોટલમાં આ રિસેપ્શન પાર્ટી યોજાશે. જેના ઈન્વિટેશન કાર્ડ મહેમાનો સુધી પહોંચી ગયા છે. બેંગ્લુરુના આ રિસેપ્શનમાં મહેમાનોને સંપૂર્ણ રીતે સાઉથ ઈન્ડિયન ભોજન પીરસવામાં આવ્યું હતું. 

VIDEO: रणवीर ने संवारा दुल्हन दीपिका की साड़ी का पल्लू, वीडियो हुआ वायरल

દીપિકા અને રણવીરના  લગ્ન 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમોમાં થયા હતાં. બંનેએ કોંકણી અને સિંધી રીતિ રિવાજથી લગ્ન કર્યા છે. આ લગ્નની તસવીરો ખુબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. જો કે પાછળથી પતિ પત્નીએ પોતે લગ્નની તસવીરો શેર કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news