બોયફ્રેન્ડ ટાઇગરને શર્ટલેસ જોઈને દિશાનું દિલ બન્યું બેકાબુ, ખુલ્લંખુલ્લા કહી દીધી મોટી વાત !

બોલિવૂડ સ્ટાર્સ દિશા પટની (Disha Patani) અને ટાઇગર શ્રોફ (Tiger Shroff) લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેઓ બોલિવૂડના ફેવરિટ લવબર્ડસ છે. 

Updated By: Jan 13, 2020, 05:12 PM IST
બોયફ્રેન્ડ ટાઇગરને શર્ટલેસ જોઈને દિશાનું દિલ બન્યું બેકાબુ, ખુલ્લંખુલ્લા કહી દીધી મોટી વાત !

નવી દિલ્હી : બોલિવૂડ સ્ટાર્સ દિશા પટની (Disha Patani) અને ટાઇગર શ્રોફ (Tiger Shroff) લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેઓ બોલિવૂડના ફેવરિટ લવબર્ડસ છે. બંને અનેકવાર એકબીજા સાથે વેકેશન ગાળતા જોવા મળ્યા છે. હવે ટાઇગરની એક તસવીર સામે આવી છે જેમાં દિશા તો નથી પણ તેણે સુપરહોટ કમેન્ટ આપી છે. આ તસવીરમાં ટાઇગર દરિયાકિનારે શર્ટલેસ લુકમાં જોવા મળ્યો છે. આ તસવીરમાં દિશાએ FIREનું ઇમોજ કરીને પોતાના દિલમાં લાગેલી આગ વિશે જણાવ્યું છે. 

'Mr. Lele'નો ફર્સ્ટ લુક જાહેર, વરૂણ ધવનને જોઇ તમે તમારું હાસ્ય રોકી શકશો નહી

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

🌊

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

છેલ્લા ઘણી સમયથી એક્ટર ટાઇગર શ્રોફ અને દિશા પટણીના અફેરની ચર્ચા ગાજી રહી છે. આ બંનેએ ક્યારેય આ મામલે કોઈ પ્રકારની સ્પષ્ટતા નથી કરી. તેઓ એક તરફ સંબંધોની સ્પષ્ટતા કરવાનું ટાળી રહ્યા છે અને બીજી તરફ તેમના ડેટિંગની તસવીરો નિયમિત સમયાંતરે ક્લિક થતી રહે છે. ફિલ્મમેકર કરણ જોહરના ચેટ શોમાં ટાઇગરે આખરે દિશા સાથેના તેના સંબંધોની સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. કરણ જોહરે જ્યારે તેને દિશા સાથેના તેના સંબંધો વિશે સીધો સવાલ કર્યો ત્યારે ટાઇગરે કહ્યું કે, "હું તેનો બહુ સારો મિત્ર છું. મને તેની કંપની ગમે છે અને હું તેની સાથે ખુશ રહું છું. મારા અને દિશાના રસના વિષયો સરખા છે. બોલિવૂડમાં મારા ખાસ મિત્રો નથી પણ દિશા સાથે મને ફાવે છે."

અલ્લૂ અર્જુનની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 'બાહુબલી'ને આપી માત, બનાવ્યો આ રેકોર્ડ

લાફિંગ કલર્સ નામની વેબ સાઈટના રિપોર્ટનું માનીએ તો ટાઈગર શ્રોફ અગાઉ દિશા પટણી કસોટી જિંદગી કીના સ્ટાર પાર્થ સમથાનને એક વર્ષ ડેટ કરી ચૂકી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, 'પાર્થ જ્યારે દિશા સાથે રિલેશનમાં હતો ત્યારે તે બિગ બોસ ફેમ વિકાસ ગુપ્તા સાથે પણ સંબંધ ધરાવતો હતો. જ્યારે આ વાતની જાણ દિશાને થઈ કે પાર્થ તેને ચીટ કરી રહ્યો છે તો તેણે તરત જ પાર્થ સાથેનો સંબંધ ખતમ કરી નાખ્યો. દિશા પટણી એ વાત સ્વીકાર ન શકી કે પાર્થ બાયસેક્સ્યુઅલ છે અને તે આ વસ્તુ તેનાથી છૂપાવી રહ્યો હતો.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક