ISISના ઝડપાયેલા આતંકીઓ વિશે મોટો ખુલાસો, હિન્દુ નેતાઓની હત્યા કરવાનો હતો પ્લાન
ધરપકડ કરાયેલા ત્રણેય આતંકીઓએ વર્ષ 2014માં એક હિન્દુ નેતાની હત્યા કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીમાંથી ઝડપાયેલા ISISના 3 આતંકીઓના મામલામાં મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસ અનુસાર આ તમામ આતંકવાદીઓનું પોપ્યુલર ફ્ર્ન્ટ ઓફ ઈન્ડિયા સાથે કનેક્શન છે. સીએએને લઈને હિંસામાં યૂપી પોલીસની કાર્યવાહીનો બદલો લેવાના ઈરાદાથી તેણે દિલ્હી, યૂપી અને ગુજરાતમાં પોલીસવાળાની હત્યા કરવાની હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, હિન્દુ નેતાઓની હત્યાનો પણ પ્લાન બનાવ્યો હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રાજધાનીના વજીરાબાદ વિસ્તારમાંથી આ ત્રણેયની ધરપકડ કરી હતી. આ આતંકીઓ પાસે હથિયાર હતા. તેની પાસેથી પિસ્તોલ અને કારતૂસ મળ્યા છે.
ધરપકડ કરાયેલા ત્રણેય આતંકી તમિલનાડુના રહેવાસી છે. આ પહેલા પણ ક્રિમિનલ ઘટનાઓમાં સામેલ રહ્યાં છે. ધરપકડ કરાયેલા ત્રણેય આતંકીઓએ 2014માં એક હિન્દુ નેતાની હત્યા કરી હતી. ત્યારબાદથી આ ત્રણ આતંકીઓ સહિત 6 લોકો તમિલનાડુથી ફરાર ચાલી રહ્યાં હતા.
શું ગણતંત્ર દિવસનો સમાહોર હતો નિશાન પર
દિલ્હીમાં 71માં ગણતંત્ર દિવસની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન રાજપથ પર પરેડનું આયોજન કરવામાં આવે છે. આશંકા છે કે આતંકવાદી ગણતંત્ર દિવસના જશ્નને પ્રભાવિત કરવાની તૈયારી કરી રહ્યાં હતા. આ ત્રણેય આતંકવાદી કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતા. આ તમામને વિદેશથી આદેશ પ્રાપ્ત થઈ રહ્યાં હતા. બધા મોબાઇલ એપ દ્વારા પોતાના હેન્ડલરના સંપર્કમાં હતા. આઈએસઆઈએસથી પ્રભાવિત આ આતંકી કટ્ટર છે.
પોલીસ પર FIR ક્યારે, CAA-NRC પર સ્ટેન્ડ શું? વાંચો- વિદ્યાર્થીઓના સવાલ અને જામિયા VCના જવાબ
તમિલનાડુથી ભાગ્યા બાદ હત્યાના 6 આરોપીઓમાંથી 3 નેપાળમાં છે. બાકી ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ત્રણેય આતંકી નેપાળના માર્ગે ઉત્તર પ્રદેશમાં ઘુસીને એનસીઆર વિસ્તારમાં આવી ગયા હતા.
સતત નિશાના પર છે દિલ્હી
આ પહેલા વર્ષ 2018માં પણ દિલ્હીમાં આઈએસઆઈએસ મોડ્યૂલના ખુલાસાની વાત સામે આવી હતી. ત્યારે એનઆઈએએ દિલ્હી અને યૂપીમાં 16 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે