'Mr. Lele'નો ફર્સ્ટ લુક જાહેર, વરૂણ ધવનને જોઇ તમે તમારું હાસ્ય રોકી શકશો નહી

બોલીવુડ એક્ટર વરૂણ ધવન (Varun Dhawan) હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)’ના પ્રમોશનને લઇને ખૂબ વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળશે. રેમો ડિસૂઝા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વરૂણ અને શ્રદ્ધા ઉપરાંત પ્રભુદેવા, શક્તિ મોહન અને નોરા ફતેહી પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.

'Mr. Lele'નો ફર્સ્ટ લુક જાહેર, વરૂણ ધવનને જોઇ તમે તમારું હાસ્ય રોકી શકશો નહી

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર વરૂણ ધવન (Varun Dhawan) હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D)’ના પ્રમોશનને લઇને ખૂબ વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળશે. રેમો ડિસૂઝા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વરૂણ અને શ્રદ્ધા ઉપરાંત પ્રભુદેવા, શક્તિ મોહન અને નોરા ફતેહી પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ આ મહિને 24 તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ દરમિયાન ફિલ્મ નિર્દેશક અને નિર્માતા કરણ જોહરે પોતાની નવી ફિલ્મ 'મિસ્ટર લેલે (Mr. Lele)'નો ફર્સ્ટ લુક આઉટ કરી દીધો છે. આ ફિલ્મમાં વરૂન ધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

કરણ જોહરે થોડીવાર પહેલાં જ પોતાના સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું છે. આ ફિલ્મ આગામી વર્ષે 1 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પોસ્ટરમાં વરૂણ સરેન્ડર કરતાં જોવા મળી રહ્યા છે. તે ફક્ત વ્હાઇટ કલરનો અંડરવિયર પહેરેલો છે અને રૂમમાં એક ઓરેન્જ કલરની બેગ લગાવેલી છે. તેના એક હાથમાં બંદૂક છે અને બીજા હાથમાં  તે એક ઘડીયાળ પહેરી છે. ફિલ્મનું પોસ્ટર એટલું કોમેડી સ્ટાઇલમાં તૈયાર કરવામાં આવ્યું છે કે તમે કદાચ હાસ્ય રોકી શકશો નહી. આ ફિલ્મના પ્રોડ્યૂસર કરણ જોહર, હિરૂ યશ જોહર, અપૂર્વા મહેતા અને શશાંક છે.  

ફિલ્મની લીડ અભિનેત્રીને લઇને પહેલાં અફવાઓ ઉડી હતી કે તેમાં વરૂણની સાથે કિયારા અડવાણી જોવા મળી શકે છે. પરંતુ પછી મીડિયા રિપોર્ટોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કિયારા આ ફિલ્મનો ભાગ નહી હોય. મીડિયા રિપોર્ટનું માનીએ તો ભૂમિ પેડનેકર અને જાહ્નવી કપૂર આ ફિલ્મનો ભાગ હોઇ શકે છે. જોકે ઓફિશિયલી હજુ સુધી ફિલ્મની એક્ટ્રેસને લઇને કોઇપણ પરકારની કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news