Divya Bharti Birth Anniversary: 3 વર્ષના કેરિયરમાં 14 ફિલ્મો, 18 ની ઉંમરમાં લગ્ન, કંઇક આવી રહી ટોપ એક્ટ્રેસની લાઇફ

Divya Bharti Birth Anniversary: દિવ્યા ભારતીનો જન્મ 25 ફેબ્રુઆરી 1974 ના રોજ મુંબઇમાં તહ્યો હતો. દિવ્યાએ ખૂબ જ નાની ઉંમરમાં બોલીવુડમાં સફળતા પ્રાપ્ત કરી લીધી હતી. આવો જાણીએ અભિનેત્રીની 50મી બર્થ એનિવર્સરી પર તેમના વિશે કેટલીક અજાણી વાતો... 

Divya Bharti Birth Anniversary: 3 વર્ષના કેરિયરમાં 14 ફિલ્મો, 18 ની ઉંમરમાં લગ્ન, કંઇક આવી રહી ટોપ એક્ટ્રેસની લાઇફ

Divya Bharti Movies: એકદમ નાની ઉંમરમાં સફળતા પ્રાપ્ત કરનાર દિવ્યા ભારતીની આજે 50મી બર્થ એનિવર્સરી છે. જો આજે અભિનેત્રી આપણી વચ્ચે હોત તો પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી હોય. પરંતુ અફસોસ અભિનેત્રી ફક્ત 19 વર્ષની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહીને જતી રહી. દિવ્યા ભારતી ભલે આજે આપણી વચ્ચે ન હોય પરંતુ તેમની ફિલ્મો અને યાદો હંમેશા ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બને છે. વર્ષ 1988 માં ફક્ત 14 ની ઉંમરમાં દિવ્યા ભારતીએ પહેલી ફિલ્મ ગુનાહો કે દેવતામાં કામ કર્યું હતું. પછી અભિનેત્રીએ વર્ષ 1992 માં લીડ તરીકે ડેબ્યૂ કર્યું. 

પહેલી ફિલ્મથી મળી રાતોરાત સફળતા
વર્ષમાં 1992 માં દિવ્યા ભારતીએ ફિલ્મ વિશ્વાત્માથી બોલીવુડમાં લીડ તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તો ખાસ કમાણી કરી શકી ન હતી પરંતુ અભિનેત્રી રાતોરાત ફેમસ થઇ ગઇ. એ પણ કહેવામાં આવે છે કે 90 ના દાયકામાં દિવ્યા ભારતી એટલી પોપુલર થઇ ગઇ કે સંગીતા બિજલાણી અને જૂહી ચાવલા જેવી અભિનેત્રીને પ્રોડ્યૂસરોએ કાસ્ટ કરવા છતાં દિવ્યા ભારતી સાથે રિપ્લેસ કરી દેવામાં આવી હતી. 

3 વર્ષના ફિલ્મી કેરિયરમાં 14 ફિલ્મો!
એન્ટરટેનમેન્ટ રિપોર્ટ્સનું માનીએ તો દિવ્યા ભારતીએ પોતાના 3 વર્ષના ફિલ્મી કેરિયરમાં 14 ફિલ્મો કરી હતી. દરેક અભિનેત્રી સક્સેસ અને ટેલેન્ટ પર હેરાન હતી. દિવ્યા ભારતીએ હિંદી ફિલ્મોની સાથે સાથે તમિળ અને તેલુગૂ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેમાં દિવાના, વિશ્વાત્મા, શોલા ઔર શબનમ, દિલ કા ક્યા કસૂર, ગીત, બલવાન અને દિલ આશના સામેલ છે. 

18 ની ઉંમરમાં જ પ્રોડ્યૂસર સાથે લગ્ન!
મીડિયા રિપોર્ટ્સની માનીએ તો કેરિયરના પીક પર દિવ્યા ભારતીએ ફિલ્મ પ્રોડ્યૂસર સાજિદ નાડિયાવાલા સાથે ચૂપચાપ લગ્ન કરી લીધા હતા. રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રીએ સાજિદ સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ પણ કબૂલ કરી લીધો હતો. કહેવામાં આવે છે કે અભિનેત્રીના લગ્ન સંતાડવાના કારણે કેરિયર આસમાને હતું. 

19 ની ઉંમરમાં દુનિયાને કહ્યું અલવિદા
દિવ્યા ભારતીનું નિધન 5 એપ્રિલ 1983 મુંબઇના વર્સોવાના તે ફ્લેટમાં થયું હતું, જ્યાં તે રહેતી હતી. જ્યારે દિવ્યાએ આ દુનિયાને અલવિદા કહેવામાં આવે તે ફક્ત 19 વર્ષની હતી. અભિનેત્રીના મોતના રહસ્યની ગુથ્થી આજ સુધી ઉકેલાયું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news