ફાલ્ગુની પાઠકના જૂના ગીતનું થયુ રિમીક્સ, લોકોએ કહ્યું-સત્યાનાશ વાળી દીધું...

ફાલ્ગુની પાઠક (Falguni Pathak) નું 90ના દાયકાના અનેક ગીતો પોપ્યુલર છે. જેમાં ‘યાદ પિયા કી આને લગી...’ (Yaad Piya Ki Aane Lagi ) પણ પોપ્યુલર બન્યું હતુ. હવે આ ગીતને નવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ફિલ્મ મેકર દિવ્યા ખોસલા (Divya Khosla Kumar) ની સાથે ટિકટોક સ્ટાર મિસ્ટર ફૈસૂ પણ સાથે છે. આ ગીતમાં 10 વર્ષ બાદની દુનિયાને બતાવવામાં આવ્યું છે, જ્યારે કે ધરતી પર કોઈ પણ વ્યક્તિ નહિ બચે. આ ગીત બહુ જ વાયરલ થઈ રહ્યું છે. જોકે, ફેન્સને આ નવુ વર્ઝન ખાસ પસંદ આવ્યું નથી. લોકો આ ગીતને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યાં છે. યુટ્યુબ પર આ ગીતને 2 કરોડથી વધુ વ્યૂ મળ્યા છે. 

Updated By: Nov 18, 2019, 04:00 PM IST
ફાલ્ગુની પાઠકના જૂના ગીતનું થયુ રિમીક્સ, લોકોએ કહ્યું-સત્યાનાશ વાળી દીધું...

નવી દિલ્હી :ફાલ્ગુની પાઠક (Falguni Pathak) નું 90ના દાયકાના અનેક ગીતો પોપ્યુલર છે. જેમાં ‘યાદ પિયા કી આને લગી...’ (Yaad Piya Ki Aane Lagi ) પણ પોપ્યુલર બન્યું હતુ. હવે આ ગીતને નવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ફિલ્મ મેકર દિવ્યા ખોસલા (Divya Khosla Kumar) ની સાથે ટિકટોક સ્ટાર મિસ્ટર ફૈસૂ પણ સાથે છે. આ ગીતમાં 10 વર્ષ બાદની દુનિયાને બતાવવામાં આવ્યું છે, જ્યારે કે ધરતી પર કોઈ પણ વ્યક્તિ નહિ બચે. આ ગીત બહુ જ વાયરલ થઈ રહ્યું છે. જોકે, ફેન્સને આ નવુ વર્ઝન ખાસ પસંદ આવ્યું નથી. લોકો આ ગીતને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યાં છે. યુટ્યુબ પર આ ગીતને 2 કરોડથી વધુ વ્યૂ મળ્યા છે. 

આ ગીતમાં સ્ટોરી ફ્લેશબેક પર જતી રહે છે. ગીતમાં ફૈસૂ અને દિવ્યાની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. ગીતમાં દિવ્યા ખોસલા બહુ જ સુંદર લાગી રહી છે. ફાલ્ગુની પાઠકના આ ગીતને રિક્રિએટેડ વર્ઝનને નેહા કક્કડે ગાયું છે. આ ગીત 16 નવેમ્બરના રોજ રિલીઝ થયું હતું. જેને એક જ દિવસમાં 83 લાખ વ્યૂ મળ્યા હતા. 

આ ગીતને તનિષ્ક બાગચીએ મ્યૂઝિક આપ્યું છે. જૂના ગીતની જેમ જ નવુ વર્ઝન પણ જોરદાર વાયરલ થઈ રહ્યું છે.