કંગનાએ પોતાના વિરૂદ્ધ FIR પર કહ્યું- 'મને એટલી યાદ ન કરશો નહી, હું પોતે આવી રહી છું'

કંગના રનૌતએ પોતાની વિરૂદ્ધ દાખલ એફઆઇઆર પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે મને વધુ યાદ ન કરવામાં ન આવે, હું જલદી જ આવી રહી છું. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર સરકાર પર આકરો પ્રહાર કર્યો અને 'પપ્પૂ સેના'નો ઉલ્લેખ પણ કર્યો.

કંગનાએ પોતાના વિરૂદ્ધ FIR પર કહ્યું- 'મને એટલી યાદ ન કરશો નહી, હું પોતે આવી રહી છું'

નવી દિલ્હી: કંગના રનૌતએ પોતાની વિરૂદ્ધ દાખલ એફઆઇઆર પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે મને વધુ યાદ ન કરવામાં ન આવે, હું જલદી જ આવી રહી છું. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર સરકાર પર આકરો પ્રહાર કર્યો અને 'પપ્પૂ સેના'નો ઉલ્લેખ પણ કર્યો. કંગના વિરૂદ્ધ મુંબઇમાં સાંપ્રદાયિક વૈમન્ય ફેલાવવાના આરોપમાં કેસ દાખલ થયો છે. 

કંગનાએ માર્યો ટોણો
કંગના રનૌતે ટ્વીટ કરતાં લખ્યું 'કયા લોકો નવરાત્રિ પર વ્રત કરી રહ્યા છે. હું પણ વ્રત કરી રહી છું અને તસવીર આજની પૂજાની છે. પરંતુ મારા વિરૂદ્ધ તો વધુ એક એફઆઇઆર દાખલ થઇ ગઇ. પપ્પૂ સેના મારી પાછળ પડી ગઇ છે. મને એટલું યાદ ન કરો, હું જલદીજ  આવી જઇશ.'

— Kangana Ranaut (@KanganaTeam) October 17, 2020

કંગના અને રંગોલી વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો આદેશ
મુંબઇની એક કોર્ટ (Mumbai court) એ મુંબઇ પોલીસને આદેશ કર્યો છે કે કંગના રનૌત (Kangana Ranaut) અને તેમની બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel) વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. સાહિલ અશરફલી સૈયદ (Sahil Ahsrafali Sayyed) એ આ મામલે ફરિયાદ નોંધાવી હતી કે બંને બહેનો બોલીવુડ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે  (Maharashtra Chief Minister Uddhav Thackeray) વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ કરી રહી છે. ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે બંને બહેનો ટ્વીટ વડે સાંપ્રદાયિક સૌહાર્દ બગાડી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news