તાઇવાન પર કબજો કરવાની તૈયારીમાં ચીન, તૈનાત કરી S-400 ડિફેન્સ સિસ્ટમ અને DF-17 મિસાઇલ


ચીને પહેલાથી જ આ ક્ષેત્રમાં DF-11 અને DF-15 મિસાઇલોને તૈનાત કરેલી છે. માનવામાં આવી રહ્યું છે કે હવે આ જૂની થઈ ચુકેલી મિસાઇલોની જગ્યાએ પોતાની હાઇપરસોનિક મિસાઇલ  DF-17 ને તૈનાત કરશે. 

તાઇવાન પર કબજો કરવાની તૈયારીમાં ચીન, તૈનાત કરી S-400 ડિફેન્સ સિસ્ટમ અને DF-17 મિસાઇલ

પેઇચિંગઃ ચીનની સેના એકવાર ફરી તાઇવાન પર મોટો હુમલો કરવામાં લાગી છે. તાઇવાન સાથે લાગતી સરહદ પર ચીને DF-17 હાઇપરસોનિક મિસાઇલ અને  S-400 એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે. ચીને આ વિસ્તારમાં ઝડપથી પોતાના સૈનિકોની સંખ્યાને પણ વધારી છે. ઘણા સૈન્ય પર્યવેક્ષકોએ ચિંતા વ્યક્ત કરી છે કે આ ક્ષેત્રમાં પોતાના શક્તિશાળી હથિયારોની તૈનાતી કરી ચીન સીધી રીતે તાઇવાનને ધમકી આપી રહ્યું છે. 

ચીને DF-17 મિસાઇલને કરી તૈનાત
ચીને પહેલાથી જ આ ક્ષેત્રમાં DF-11 અને DF-15 મિસાઇલોને તૈનાત કરેલી છે. માનવામાં આવી રહ્યું છે કે હવે આ જૂની થઈ ચુકેલી મિસાઇલોની જગ્યાએ પોતાની હાઇપરસોનિક મિસાઇલ  DF-17 ને તૈનાત કરશે. આ મિસાઇલ લાંબા અંતર સુધી ચોક્કસ નિશાન લગાવવામાં માહેર છે. તેવામાં જો ચીન હુમલો કરે છે તો તાઇવાનને પોતાની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવી પડશે. 

2500 કિમી સુધી મારી શકે છે DF-17 મિસાઇલ
ચીનની DF-17 મિસાઇલ 2500 કિલોમીટર દૂર સુધી હાઇપરસોનિક સ્પીડથી પોતાના લક્ષ્યને ભેદી શકે છે. આ મિસાઇલને પ્રથમવાર પાછલા વર્ષે ચીનના સ્થાપનાની 70મી વર્ષગાંઠ પર પ્રદર્શિત કરવામાં આવી હતી. આ મિસાઇલ 15000 કિલોગ્રામ વજનની અને 11 મીટર લાંબી છે, જે પરંપરાગત વિસ્ફોટકો સિવાય ન્યૂક્લિયર વોરહેડને પણ લઈને જઈ શકે છે. સરળ ભાષામાં કરીએ તો આ મિસાઇલ પરમાણુ હુમલો કરવામાં પણ સક્ષમ છે. 

રોકેટ ફોર્સ અને નેવીના કમાન્ડોની તૈનાતીમાં વધારો
કાંવા ડિફેન્સ રિવ્યૂના એડિટર-ઇન-ચીફ આંદ્રેઈ ચાંગ પ્રમાણે સેટેલાઇટ ઇમેજથી જાણવા મળ્યું છે કે હાલના વર્ષોમાં ફુજિયાન અને ગુઆંગડોંગ પ્રાંતોમાં ચીને મરીન કોર્પ્સ અને રોકેટ ફોર્સે ઘણા નવા ઠેકાણા બનાવ્યા છે. આ બંન્ને રાજ્ય તાઇવાનની નજીક સ્થિત છે. પૂર્વી અને દક્ષિણી થિએટર કમાન્ડમાં કેટલીક મિસાઈલ અડ્ડાના આકાર હાલના વર્ષોમાં બમણા થઈ ગયા છે. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈપણ ક્ષણે ચીન તાઇવાન પર હુમલો કરી શકે છે. 

મોટો ઝટકો! Covid-19 ની સારવારમાં આ ચાર દવાઓ સાવ નિષ્ફળ, WHOનું નિવેદન

એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય
ચીને તાઇવાન સાથે લાગેલી સરહદ પર રશિયાથી ખરીદવામાં આવેલી S-400 એર ડિફેન્સ સિસ્ટમને પણ તૈનાત કરી છે. તેની શક્તિશાળી રડાર 600 કિલોમીટર દૂરથી જ તાઇવાની સેનાની મિસાઇલો, ડ્રોન અને લડાકૂ વિમાનોની માહિતી મેળવી શકે છે. S-400ની રડાર સિસ્ટમ ખુબ વ્યવહારદક્ષ છે અને આખા તાઇવાનને કવર કરવામાં સક્ષમ છે. તેમાં લાગેલી મિસાઇલો તાઇવાનના કોઈપણ લડાકૂ વિમાનને મારી શકવામાં સક્ષમ છે. 

જે-20 સ્ટીલ્થ લડાકૂ વિમાનોને કર્યાં તૈનાત
એટલું જ નહીં ચીને આ વિસ્તારમાં પોતાના કથિત સ્ટીલ્થ લડાકૂ વિમાન જે-20ને પણ તૈનાત કર્યાં છે. બીજા દેશો પર હુમલો કરવા માટે બનેલા ચીનના 13 લડાકૂ બ્રિગેડોમાંથી 10 હવે તાઇવાનની સરહદ પર તૈનાત છે. ચીને 2017થી પોતાના મરીન કોર્પ્સનું મુખ્યાલય ગ્વાંગડોંગમાં સ્થાપિત કર્યું છે. જો તાઇપાન પર કોઈપણ હુમલો થાય તો ચીની નૌસેનાનું આ રણનીતિક સેન્ટર બનશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news