ડોક્ટરનો મોટો ખુલાસો, 'હંસરાજ હાથી'નું 'આ' કારણોથી થયું મોત

ટીવી પરના પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડોક્ટર હંસરાજ હાથીની ભૂમિકા ભજવનારા કવિકુમાર આઝાદનું સોમવારે નિધન થતા ટીવી ઈન્ડસ્ટ્રી અને ચાહકોને આઘાત લાગ્યો છે.

ડોક્ટરનો મોટો ખુલાસો, 'હંસરાજ હાથી'નું 'આ' કારણોથી થયું મોત

મુંબઈ: ટીવી પરના પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડોક્ટર હંસરાજ હાથીની ભૂમિકા ભજવનારા કવિકુમાર આઝાદનું સોમવારે નિધન થતા ટીવી ઈન્ડસ્ટ્રી અને ચાહકોને આઘાત લાગ્યો છે. આઝાદનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું. પરંતુ આ માટે તેમના ખરાબ લાઈફસ્ટાઈલ અને વધુ પડતા વજનને કારણ ગણવામાં આવ્યાં.

ડો.હંસરાજ હાથીની 8 વર્ષ પહેલા બેરિયાટ્રિક સર્જરી કરનારા ડો. મુફી લાકડાવાલાએએ ન્યૂઝ પોર્ટલ સ્પોર્ટબોયને જણાવ્યું કે ડો.હાથી પોતાનું વજન ઘટાડવા માંગતા નહતાં કારણ કે તેમને એવું લાગતું હતું કે જો એમ કરશે તો તેમને કામ મળશે નહીં. ડોક્ટર મુફીએ એમ પણ જણાવ્યું કે કવિ કુમાર તેમની પાસે બિલકુલ મૃત હાલતમાં આવ્યાં હતાં. આ અગાઉ તેમણે આઝાદને અનેકવાર બેરિયાટ્રિક સર્જરી કરવાની સલાહ આપી હતી. પરંતુ કામ ન મળવાના ડરે તેઓ કરાવવા માંગતા નહતાં. તે સમયે કવિ કુમારનું વજન 265 કિલો હતું. તેઓ ચાલી પણ શકતા નહતાં. તેમને 10 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં. તેમને હટાવી શકાય તેમ નહતા કારણ કે તેઓ શ્વાસ જ લઈ શકતા નહતાં.

ડો. મુફીએ જણાવ્યું કે થોડા દિવસ બાદ તેઓ ઠીક થયા અને તેમણે 140 કિલો વજન ઓછુ કર્યું. તેઓ સેટ પર જવા લાગ્યા અને નોર્મલ લાઈફ જીવવા લાગ્યાં હતાં. ત્યારબાદ તેમને બીજી સર્જરી કરાવવાની સલાહ પણ અપાઈ પરંતુ તેઓ માન્યા નહીં. આ સર્જરીથી તેમનું 90 કિલો સુધી વજન ઓછુ થઈ શકે તેમ હતું. કવિ કુમારને લાગ્યું કે વજન ઓછુ થશે તો તેઓ બેરોજગાર થઈ જશે.

ડો. સુફીએ તેમને પૈન્ડિંગનો ઉપયોગ કરીને કેમેરા ફેસ કરવાની સલાહ આપી. પરંતુ તેઓ રાજી થયા નહીં. ત્યારબાદ તેમનું વજન 20 કિલો વધી ગયું. તેઓ 160 કિલોના થઈ ગયાં. પરંતુ આમ છતાં સર્જરી કરાવવા માંગતા નહતાં. જો તેમણે ડોક્ટરનું કહ્યું માન્યું હોત અને સર્જરી કરાવી નાખી હોત તો આજે તેઓ જીવતા હોત.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news