રકુલપ્રીત NCB સામે થશે હાજર, આવતીકાલે દીપિકા પાદુકોણ સાથે થશે પૂછપરછ

બોલીવુડની ડ્રગ્સ મંડળીને લઇને NCB ની તપાસ શરૂ થઇ ગઇ છે. બુધવારે સમન્સ મળ્યા બાદ આજે સવારે ફેશન ડિઝાઇન સિમોન ખંબાટા પૂછપરછ માટે NCB નઈ ઓફિસ પહોંચી છે.

Updated By: Sep 24, 2020, 02:11 PM IST
રકુલપ્રીત NCB સામે થશે હાજર, આવતીકાલે દીપિકા પાદુકોણ સાથે થશે પૂછપરછ

નવી દિલ્હી: બોલીવુડની ડ્રગ્સ મંડળીને લઇને NCB ની તપાસ શરૂ થઇ ગઇ છે. બુધવારે સમન્સ મળ્યા બાદ આજે સવારે ફેશન ડિઝાઇન સિમોન ખંબાટા પૂછપરછ માટે NCB નઈ ઓફિસ પહોંચી છે. જોકે આ સમન્સ રકુલપ્રીને પણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તે NCB ની ઓફિસ પહોંચી ન હતી. પહેલાં તેમને ના પાડી કે તેમને કોઇ સમન્સ મળ્યું નથી. પછી ત્યારબાદ તેમણે સ્વિકાર્યું કે સમન્સ મળ્યું છે તે શુક્રવારે NCB ની ઓફિસ પૂછપરછ માટે જશે.

સુશાંત સિંહ રાજપૂત । રિયા ચક્રવર્તી । એનસીબી । સારા અલી ખાન । શ્રદ્ધા કપૂર । ડ્રગ્સ કેસ

શુક્રવારે જ દીપિકા પાદુકોણ સાથે પણ પૂછપરછ થવાની છે. દીપિકા હજુ ગોવામાં છે અને આજે જ મુંબઇ આવવાની છે. દીપિકાને ચાર્ટર પ્લેન વડે આવવની પરવાનગી મળી છે. દીપિકા પાદુકોણ સાથે જ તેમની મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે પણ NCB શુક્રવારે પૂછપરછ કરશે. 

તમને જણાવી દઇએ કે દીપિકા પાદુકોણ વિરૂદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને તેમની એક ડ્રગ્સ ચેટ મળી હતી. આ ડ્રગ્સ ચેટ 28 ઓક્ટોબર 2017 ની છે. આ તારીખ એટલા માટે ધ્યાનમાં રાખવી જરૂરી છે. સૂત્રોના અનુસાર NCB ને મળેલી ચેટમાં દીપિકા મેનેજર કરિશ્મા પ્રકાશ પાસે હશીશ નામનું ડ્રગ્સ માંગી રહી છે.  

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

આજે સિમોન ખંબાટા ઉપરાંત સુશાંતની પૂર્વ મેનેજર શૃતિ મોદી પાસે પણ NCB ની પૂછપરછ ચાલી રહી છે. શનિવારે પણ NCB ની પૂછ્પરછ ચાલુ રહેશે. શનિવારે શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને NCB એ પૂછપરછ માટે બોલાવ્યા છે. 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube