મરીન ડ્રાઈવની બેન્ચ પર રાત વિતાવનાર કઈ રીતે બન્યા માયાનગરીના મહાનાયક? ઈંકલાબથી અમિતાભ બનવાની કહાની
અમિતાભ બચ્ચન નામ સાંભળીને જ તમે એ વ્યક્તિત્વ સામે આવે જેની સામે બોલીવુડનો બીજો કોઈ અભિનેતા ટક્કી શકતો નથી. પરંતુ આ ઈમજ બનાવવામાં અમિતાભ બચ્ચને ખુબ જ સંઘર્ષ કર્યો. એક સમયે લાગતું હતું કે અમિતાભ બચ્ચનનો કરિયર ખતમ થઈ ગયું છે. પરંતુ અચાનક એવો વળાંક આવ્યો કે અમિતાભ બચ્ચન વધુ લોકપ્રિયતા સાથે બોલીવુડ પર પોતાની છાપ છોડી.
Trending Photos
મુંબઈઃ બોલીવુડના બીગ બી તરીકે જાણીતા અમિતાભ બચ્ચનનો આજે 80મો જન્મ દિવસ છે. આ ઉંમરે લોકો સામાન્ય રીતે આરામ કરવાનું વિચારે છે, પરંતુ અમિતાભ બચ્ચન હજુ પણ દિવસમાં 16 કલાક કામ કરે છે. તેઓ યુવાનો અને વૃદ્ધો માટે પ્રેરણા સ્ત્રોત છે.તો આવો જાણીએ કે ટેલિવુડથી શરૂઆત કરનાર અમિતાભ બચ્ચન કેવી રીતે બની ગયા બોલીવુડના બીગ બી.
ઈંકલાબથી કેવી રીતે બન્યા અમિતાભ-
અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942માં અલ્હાબાદમાં થયો હતો. તેમા પિતા હરિવંશ રાય બચ્ચન જાણીતા કવિ હતા. જ્યારે તેમની માતાનું નામ તેજી બચ્ચન છે. જે હરિવંશ રાય બચ્ચનના બીજા પત્ની હતા. અમિતાભ બચ્ચના એક નાના ભાઈ પણ છે જેમનું નામ અજિતાભ બચ્ચન છે. એવું કહેવાય છે અમિતાભ બચ્ચનનું નામ ઈંકલાબ હતું. પરંતુ હરિવંશ રાય બચ્ચનના મિત્ર અને કવિ સુમિત્રાનંદ પંતે તેમને અમિતાભ નામ આપ્યું.
પહેલી ફિલ્મ જ રહી ફ્લોપ-
અમિતાભ બચ્ચને વર્ષ 1969માં ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. તેમની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની હતી. જે ફલ્પો રહી હતી. લાંબી નિષ્ફળતા બાદ અમિતાભ બચ્ચને ફિલ્મ ઝંઝીરમાં કામ કર્યું. જ્યાંથી તેમણે બોલીવુડમાં ખુબ જ નામના મેળવી. ત્યાર બાદથી અમિતાભ બચ્ચેને પાછું વળીને નથી જોયું.
નાના પડદા પર કેવી રીતે આવ્યા અમિતાભ બચ્ચન?
બોલીવુડના બીગ બી માટે 1990નું દશકો ખુબ જ ખરાબ સાબીત થયો હતો. અનેક ફ્લોપ ફિલ્મોથી તેમના કરિયર પર સવાલ ઉઠ્યા હતા. જેના કારણે તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ ગયા હતા. ત્યારે વર્ષ 2000માં ટીવી શો કૌન બનેગા કરોડપતિને હોસ્ટ કરવાની ઓફર મળી હતી. જેને અમિતાભે સ્વીકારી અને ટીવીના પડદા પર પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
અમિતાભ બચ્ચનની કારકિર્દી શરૂ થાય તે પહેલાં કેવી રીતે સમાપ્ત થઈ?
રેલવે સ્ટેશન પર કામ કરતા કુલીઓના સંઘર્ષમય જીવન પર આધારિત ફિલ્મ કુલીના શૂટિંગમાં અમિતાભ બચ્ચનને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં તેમનો જીવ જતા જતા બચ્યો હતો. પરંતુ તેઓ જલદી સ્વસ્થ થાય તેના માટે ફેન્સ રાત દિવસ પ્રાર્થના કરવા લાગ્યા હતા. જેના પરિણામે તેઓ સ્વસ્થ થયા અને ફરી કામ કરવા લાગ્યા હતા. પરંતુ એક સમયે ઈજાના લીધે એવું લાગતું હતું કે હવે અમિતાભ ફરી ફિલ્મી પડદે નહીં જોવા મળે.
અમિતાભ બચ્ચનને મળ્યા છે અસંખ્ય એવોર્ડ-
અમિતાભ બચ્ચનને બેસ્ટ એક્ટર તરીકે લગભગ 3 વખત નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. આ સિવાય તેને 14થી વધુ વખત ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. અમિતાભ બચ્ચન હીરો હોવા ઉપરાંત એક મહાન ગાયક પણ છે. ફિલ્મ જગતમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.
બેંચ પર સૂઈને વિતાવતા હતા રાત-
આજે ભલે બિગ બી આલીશાન બંગલામાં રહેતા હોય પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમને મરીન ડ્રાઈવની બેન્ચ પર ઘણી રાતો વિતાવવી પડી હતી. પરંતુ અમિતાભ બચ્ચને પરિસ્થિતિ સાથે ઘણો સંઘર્ષ કર્યો અને તેમની મહેનત રંગ લાવી. તેમને ફિલ્મોમાં કામ મળવા લાગ્યું અને તે આખી જિંદગી મહેનત પણ કરતા રહ્યા. પરંતુ દુખની વાત એ છે કે અમિતાભની ડેબ્યૂની 12 ફિલ્મો બોક્સ ઓફિસ પર સતત ફલ્પો ગઈ હતી.
આ ફિલ્મોએ બનાવ્યા સદીના મહાનાયક-
તેમની ફિલ્મ ઝંજીર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. જેનાથી તેમની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એંગ્રી યંગ મેનની ઓળખ મળી હતી. અમિતાભ બચ્ચને શોલે, સાત હિન્દુસ્તાની, આનંદ, અભિમાન, સૌદાગર, ચુપકે-ચુપકે, દીવાર, કભી કભી, અમર અકબર એન્થોની, ત્રિશુલ, ડોન, મુકદ્દર કા સિકંદર, મિ. નટવરલાલ, લાવારિસ , સિલસિલા, કાલિયા, સત્તે પે સત્તા, નમક હલાલ, કુલી, શરાબી, શહેનશાહ, અગ્નિપથ, ખુદા ગવાહ જેવી ફિલ્મના અભિનયથી પોતાની અલગ ઓળખ ઊભી કરી. આ ફિલ્મના લીધે અમિતાભ બચ્ચન બોલીવુડના બીગ બી અને સદીના મહાનાયક બન્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે