તેંડુલકરથી સહેજ પણ કમ નથી ભારતની આ મહિલા ક્રિકેટર! તેના પર બનતી ફિલ્મનું ટ્રેલર કરી દેશે ભાવુક
સોશિયલ મીડિયામાં હાલ તાપસી પન્નૂની આગામી ફિલ્મનું ટ્રેલર ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં તાપસી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કપ્તાન અને જબરદસ્ત પ્લેયર મિતાલી રાજની ભૂમિકા ભજવતી જોવા મળશે.
Trending Photos
નવી દિલ્લીઃ તાપસી પન્નૂની અપકમિંગ ફિલ્મ ‘શાબાશ મિટ્ઠુ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં તાપસી પન્નૂ ભારતીય મહિલા ક્રિકેટર ટીમની પૂર્વ કેપ્ટન ‘મિતાલી રાજ’ની ભૂમિકા નિભાવતી જોવા મળશે. તાપસી એક ખુબ જ ટેલેન્ટેડ અભિનેત્રી છે. આ અગાઉ પણ તે અમિતાભ બચ્ચનથી લઈને અક્ષયકુમાર જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂકી છે. ત્યારે મિતાલીની ભૂમિકામાં તાપસીના અભિનયના અત્યારથી જ વખાણ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી આ ટ્રેલર વાયરલ થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ આલિયા-રણબીરને ત્યાં બંધાશે પારણું, ઈન્સ્ટા પર વાયુવેગે વાયરલ થઈ આ તસવીર, બે મહિના પહેલાં જ થયા હતા લગ્ન
You know the name, now get ready to see the story behind what makes Mithali a legend.
Woman who redefined“The Gentleman’s game”
She created HERSTORY and I’m honoured to bring it to you#ShabaashMithu 15th JULY #ShabaashMithuTrailer #GirlWhoChangedTheGame https://t.co/kNhilpSbSf
— taapsee pannu (@taapsee) June 20, 2022
આ છે ફિલ્મની કહાની:
તાપસી પન્નૂ સ્ટારર આ ફિલ્મ ‘શાબાશ મિટ્ઠુ’ ભારતીય મહિલા ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજનાં જીવન પર આધારિત ફિલ્મ છે. જો આ ફિલ્મની વાત કરવામાં આવે તો, આ એક એવી છોકરીની કહાની છે જે જેન્ટલમેન ગેમમાં બેટની સાથે પોતાના સપના પૂરા કરે છે. ફિલ્મમાં એક્ટ્રેસ તાપસી પન્નૂ ભારતીય મહિલા ક્રિકેટર ટીમની પૂર્વ કેપ્ટન ‘મિતાલી રાજ’ની ભૂમિકા નિભાવતી જોવા મળશે. આ રોલને ન્યાય આપવા માટે તાપસીએ બરાબરની મહેનત કરી છે. આ ફિલ્મનું નિર્દેશન રાહુલ ઢોલકિયા કરી રહ્યા છે અને ફિલ્મના રાઈટર છે પ્રિયા અવન. ફિલ્મનું નિર્માણ વાયકૉમ 18 સ્ટૂડિયોમાં કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ લગ્નના ઘણા વર્ષો પછી પણ કેમ લાંબા સમય સુધી માતા નહોતી બની અમૃતા? સૈફ સાથે શું પ્રોબ્લેમ હતો?
ફિલ્મની રિલીઝ ડેટ:
થોડા દિવસ પહેલા ભારતીય ક્રિકેટની સર્વશ્રેષ્ઠ મહિલા બેટર મિતાલી રાજેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું એલાન કર્યુ હતુ. મિતાલી રાજેનાં આ એલાન પર તાપસી પન્નૂએ તેમને ધન્યવાદ આપ્યુ હતુ. તાપસીએ લખ્યુ હતુ કે, ‘ધન્યવાદ જ એક એવો શબ્દ છે જે આપણે દરેક કહી શકીએ છે. ક્રિકેટના રસિયાઓ માટે મહિલા ક્રિકેટને મેપ પર લાવવા માટે ધન્યવાદ!’ તમને જણાવી દઈએ કે, મિતાલી રાજનાં જીવન પર બનેલી આ ફિલ્મ આવતા મહિને 15 જુલાઈના રોજ રિલીઝ થશે.
આ પણ વાંચોઃ Taarak Mehta Ka Ooltah Chashmahમાં હવે દયાબેનની ભૂમિકા નહીં ભજવે રાખી વિઝાન, ખુદ કર્યો ખુલાસો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે