રિલીઝ પહેલાં જ આ ગુજરાતી ફિલ્મને મળ્યા હતા ઢગલો એવોર્ડ, જાણો આ ફિલ્મમાં એવું તો શું ખાસ છે

ગુજરાતી ફિલ્મ દિવાસ્વપ્નની કેમ થઈ રહી છે આટલી બધી ચર્ચા? આ ફિલ્મમાં એવું તો શું છેકે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે દરેક વિદ્યાર્થીને આ ફિલ્મ દેખાડવાની સુચના પણ આપી દીધી. જાણો ફિલ્મ વિશેની રોચક વાતો...

રિલીઝ પહેલાં જ આ ગુજરાતી ફિલ્મને મળ્યા હતા ઢગલો એવોર્ડ, જાણો આ ફિલ્મમાં એવું તો શું ખાસ છે

ઝી બ્યૂરો, અમદાવાદઃ 

ગુજરાતી ફિલ્મોનું સ્તર સતત સુધરી રહ્યું છે. હવે હિન્દી ફિલ્મોની જેમ જ લોકો ગુજરાતી ફિલ્મો જોવાનું પસંદ કરી રહ્યાં છે. ત્યારે આ આર્ટિકલમાં એવી ગુજરાતી ફિલ્મ વિશે વાત કરવામાં આવી છે જે ફિલ્મના રિલીઝ પહેલાં જ તેને ઢગલાબંધ એવોર્ડ મળી ચૂક્યા હતાં. અમે વાત કરી રહ્યાં છીએ ફિલ્મ દિવાસ્વપ્નની.. ફિલ્મનું કથાનક એટલેકે, ફિલ્મની વાર્તા એટલી અદભુત છેકે, તે તમને જીવનના વિવિધ પાસાઓમાં ઘણી શીખ આપી જાય છે. આ ફિલ્મ જોવા માટે એટલાં માટે જ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પણ શાળાઓને સુચના આપી છે. શિક્ષણ વિભાગે એવી સુચના આપી છેકે, દરેક વિદ્યાર્થીને આ ફિલ્મ જરૂર દેખાડવી. કે.ડી. ફિલ્મ પ્રાઈવેટ લિમિટેડના પ્રોડક્શન હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ દિવાસ્વપ્ન ખુબ પસંદગી પામી રહી છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ આ ફિલ્મે રિલીઝ થતાં પહેલાં જ સફળતાના શિખરો સર કરી લીધાં હતા. આ ફિલ્મે  ગુજરાત અને દેશમાં જ નહીં આખી દુનિયામાં નામના મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. દિવાસ્વપન્ન ફિલ્મે રિલીઝ થતાં પહેલાં નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના 54 એવોર્ડ અને 35 નોમિનેશન મેળવી લીધા હતા. એવોર્ડની લાઈનમાં આ ફિલ્મ ચોક્કસ પ્રથમ હરોળમાં મુકાશે તે નક્કી છે. આ ફિલ્મનું ટાઇટલ લેખક ગિજુભાઈ બધેકાની બુક દિવાસ્વપ્ન પરથી રાખવામાં આવ્યું છે. 

દિવાસ્વપ્ન ફિલ્મની વાર્તાઃ
દિવાસ્વપ્ન ફિલ્મની વાર્તા અંગે વાત કરીએ તો આ ફિલ્મને વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે. આ ફિલ્મમાં વર્તમાન સમયને અનુરૂપ એક સંદેશો આપવાનો પ્રયાસ પણ કરાયો છે. આ ફિલ્મમાં શિક્ષક-વિદ્યાર્થી અને શિક્ષણની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં ભાર વિનાના ભણતરની વાત કરવામાં આવી છે. એટલું જ નહીં ફિલ્મમાં એક શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં શુ રોલ હોય છે અને તે તેના જીવનમાં શું પરિવર્તન લાવી શકે છે તેની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત કુદરતી ખેતીનું આજના યુગમાં શું મહત્વ છે, તેમજ આજના સમયમાં માતાપિતા તેમના સંતાનોના ભણતર પાછળ કયા કયા પડકારો અને તેનું સમાધાન જેવી વિગતોએ ફિલ્મની સ્ટોરીમાં વર્ણવી લેવામાં આવ્યા છે.

ફિલ્મની સ્ટારકાસ્ટઃ
ફિલ્મની સફળતાનો શ્રેય ફિલ્મનું સ્ટારકાસ્ટ ચેતન દહીંયા, વિમલ ત્રિવેદી, પ્રવિણ ગુંડેચા, ગરીમા ભારદ્વાજ, ભવ્ય, રિતેશ મોક, કલ્પના ગગડેકર, આખી ટીમને આપી રહ્યો છે. દિવાસ્વપ્ન ફિલ્મએ અમેરિકા, બ્રિટન, સિંગાપુર, વેનેઝુએલા સહિત અલગ અલગ દેશો અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી કુલ 54 એવોર્ડ રિલીઝ થયા પહેલા જ મેળવી લીધા છે. અને 35 નોમિનેશન મેળવીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને વિશ્વ ફલક પર નામના અપાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news