New York Streets પર Harnaz Sandhu એ મચાવ્યો કહેર, Miss Universe ની અદાઓ પર ચાહકો ફિદા

મિસ યુનિવર્સ બન્યા પછી હરનાઝ સંધુ સમાચારમાં છવાયેલી રહે છે. હરનાઝ ક્યારેક પોતાના વજનના કારણે ટ્રોલ થઈ. તો અત્યારે એક ફિલ્મના કારણે કાયદાની આંટીઘૂંટીમાં આવી ગઈ.

New York Streets પર Harnaz Sandhu એ મચાવ્યો કહેર, Miss Universe ની અદાઓ પર ચાહકો ફિદા

નવી દિલ્લી: મિસ યુનિવર્સ હરનાઝ સંધુનો સોમવારે મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝશને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક વીડિયો જાહેર કર્યો છે. હરનાઝ સંધુ આ વીડિયોમાં અમેરિકાના રસ્તા પર બિન્દાસ્ત અંદાજમાં ફરતી જોઈ શકાય છે. હરનાઝ સંધુનાઆ વીડિયો પર મિસ યુનિવર્સ સંગઠને કેપ્શનમાં લખ્યું કે ન્યૂયોર્ક ફેશન વીક અહીંયા છે. હરનાઝના આ વીડિયોને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. હરનાઝ ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં પાછી ફરી છે. જે થોડાક દિવસ પહેલા વધેલા વજનના કારણે ટ્રોલ થઈ રહી હતી.

 

હરનાઝ સંધુએ ન્યૂયોર્કના રસ્તા પર કહેર મચાવ્યો:
હરનાઝના વીડિયોની વાત કરીએ તો તેમાં 22 વર્ષની બ્યૂટી ક્વીન બેઝ જમ્પશુટ અને બ્લેક બ્લેઝર સેટમાં જોવા મળી. ફેશન વીક માટે હરનાઝ બિલકુલ તૈયાર લાગી રહી હતી. તેણે અલગ-અલગ સિલહૂટમાં કોસેર્ટીને સામેલ કર્યુ છે. તેના આ આઉટફીટને ઘણા પસંદ કરવામાં આવી રહ્યા છે. હરનાઝના બેઝ રંગનો સ્ટ્રેપી જમ્પશુટ બ્લેક લેસ એમ્બ્રોઈડરીમાં શણગારેલ એક પ્લન્ગિંગ કાઉલ નેકલાઈનની સાથે જોવા મળી રહ્યો છે. તેણે પોતાના લુકને પૂરો કરવા માટે નોચ લેપલ કોલર, ફૂલ લેન્થ સ્લીવ્સ અને પેચ પેકેટવાળા બ્લેક ફોક્સ લેધર જેકેટનો ઉપયોગ કર્યો છે.

સિમ્પલ લુકે ફેન્સનું દિલ જીત્યું:
હરનાઝે પોતાના સ્ટ્રીટ રેડી પોશાકને અનુરુપ હૂપ ઈયરરિંગ્સ અને બ્લેક પોઈન્ટ સ્ટેલેટોસની સાથે સ્ટાઈલ કરી છે. છેલ્લે તેણે અડધા બાંધેલા વાળ, ન્યૂડ લીપ શેડ, સ્મોકી આઈ શેડો, લેશેઝ પર હેવી મસ્કરા, શાર્પ કોન્ટૂરિંગ અને ગાલ પર ગ્લેમ પિક્સનો ઉપયોગ કર્યો છે.

નઈમ ખાન માટે શો સ્ટોપર બની હરનાઝ:
હરનાઝે પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા ન્યૂયોર્ક ફેશન વીકની કેટલીક ઝલક બતાવી છે. હરનાઝે પોતાના લેટેસ્ટ વીડિયોમાં નીલો શોર્ટ બોડીકોન ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં જ તેણે ન્યૂયોર્ક ફેશન વીકમાં નઈમ ખાનના શોમાં ભાગ લીધો હતો. નઈમ ખાન માટે હરનાઝ શો સ્ટોપર બની અને તેણે રેમ્પ વોક પર પોતાની અદાઓનો જલવો વિખેર્યો.

મિસ યુનિવર્સ બન્યા પછી સમાચારમાં હરનાઝ:
મિસ યુનિવર્સ બન્યા પછી હરનાઝ સંધુ સતત ચર્ચામાં રહે છે. હરનાઝ ક્યારેક પોતાના વજનના કારણે ટ્રોલ થઈ. તો અત્યારે એક ફિલ્મના કારણે કાયદાની આંટીઘૂંટીમાં આવી ગઈ. જોકે હરનાઝે આ બધી બાબતોને કોરાણે મૂકીને આગળ વધવાનો નિર્ણય કર્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news